Gandhinagar News: રવિ પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રીએ આ કિસાનહિતકારી નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ
આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન
આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…
આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો