ગુજરાત/ રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

ગુજરાત સરકારે મંગળવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક માટે કાયદાકીય માળખું, પ્રમાણપત્ર અને અમલીકરણની કાર્યવાહીનો મુસદ્દો તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 13T151600.912 રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

ગુજરાત સરકારે મંગળવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક માટે કાયદાકીય માળખું, પ્રમાણપત્ર અને અમલીકરણની કાર્યવાહીનો મુસદ્દો તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે 13 સભ્યોની સમિતિને આવી પ્રવૃત્તિઓ માટે કાનૂની માળખું, પ્રમાણપત્ર અને અમલીકરણની કાર્યવાહી તૈયાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

ત્રિવેદીએ ખંડપીઠને જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિ વધી રહી છે.

કોર્ટ હરણી બોટ દુર્ઘટના પર સુઓ મોટુ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી. જેમાં 18 જાન્યુઆરીએ વડોદરા શહેરની હદમાં આવેલા હરણી તળાવમાં બોટ પલટી જતાં શાળાના 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ડૂબી ગયા હતા. ત્રિવેદીએ ખંડપીઠને જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિ વધી રહી છે. લોકોએ નૌકાવિહાર પ્રવૃત્તિઓ, મનોરંજન પાર્ક, સાહસિક રમતો અને ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ રોપવેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા