Breaking News/ ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી વધુ રૂા. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના અહેવાલો મળી રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 03 12T190059.314 ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • ભારતીય જળસીમામાં ફરી ઝડપાયું મોટી માત્રામાં ડ્રગ્સ
  • ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સયુંકત ઓપરેશન
  • ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 480 કરોડ રૂપિયા
  • 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે કરવામાં આવી ધરપકડ
  • ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 480 કરોડ રૂપિયા

Porbandar News: પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી વધુ રૂા. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB એ મધદરિયે સંયુક્ત ઓપેરશન કરીને 480 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ સાથે 6 પાકિસ્તાની શખ્સોને ઝડપી પાડ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારે (28 ફેબ્રુઆરી) ઓપરેશન સાગર મંથન હેઠળ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ ખેપને પકડી પાડી હતી. સૌરાષ્ટ્રનાં સમુદ્રકાંઠે યુવાધનને બરબાદ કરવા માટે મોટાપાયે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કોસ્ટગાર્ડ એન્ટી ટેરરીસ્ટર સ્કવોડ અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદર નજીકનાં દરિયામાંથી 3272 કિલો ડ્રગ્સનાં જથ્થા સાથે પાંચ ક્રૂમેમ્બર્સને ઝડપી લીધા હતા. આ અગાઉ એનસીબીની ટીમ માત્ર જમીન પર જ ડ્રગ્સને લઈને ઓપરેશન કરતી હતી, પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત ATSની મદદથી NCBએ 3300 કિલો ડ્રગ્સ ઝડપીને ઈતિહાસ રચી દીધો.ATSને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે.

મંગળવાર 12 માર્ચ વહેલી સવારે સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), ગુપ્ત માહિતીના આધારે, 06 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી, જેની કિંમત આશરે રૂ. 480 કરોડ છે. ICG જહાજો અને ડોર્નિયર એરક્રાફ્ટને સંડોવતા સમુદ્ર-હવા સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી. ઓપરેશન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે મુન્દ્રા પોર્ટ પરથી DRIએ સપ્ટેમ્બર 2021માં 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં મુદ્રા પોર્ટ પર DRI દ્વારા 3000 કિલો ડ્રગ્ઝથી ભરેલું ટેન્કર ઝડપી લેવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનથી ટેલકમ પાઉડરની આડમાં ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવ્યું હતું. વિજયવાડાની આશી ટ્રેડીંગ કંપની દ્વારા આ ડ્રગ્સ લવાયું હતું. આ કેસની તપાસ એનઆઇએ દ્ધારા કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, કોસ્ટગાર્ડ, ATS અને NCBએ જોઈન્ટ ઓપરેશન કરીને અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આજે ઈન્ટલીજન્સના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. ડોર્નિયર એરક્રાફ્ટથી તાજેતરમાં જ વેરાવળ ખાતે પકડાયેલ ડ્રગ્સ બાબતે પણ ઈનપુટ્સ આપવાઆવ્યા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હળવદના ટીકર ખાતે બાળકની હત્યા, પતિ પત્નીના ઝઘડામાં હત્યા કરાયાની શંકા

આ પણ વાંચો:ભાજપમાં જોડાયો દીકરો, પિતા છોટુ વસાવાએ ઉંદર સાથે કરી સરખામણી

આ પણ વાંચો:શું બંગાળમાંથી જીતીને ગુજરાતમાં 35 વર્ષનો રેકોર્ડ તોડશે યુસુફ પઠાણ? TMCના ક્રિકેટરના આ પગલામાં છુપાયેલો છે એક મોટો સંદેશ

આ પણ વાંચો:પટેલની ભવ્ય પ્રતિમા બાદ હવે PM મોદી બનાવશે ગાંધીજીનો ભવ્ય સાબરમતી આશ્રમ, જાણો 1200 કરોડના પ્રોજેક્ટમાં શું થશે કામ