Rajkot Aawas Scam/ રાજકોટ ગોકુળનગર આવાસ કૌભાંડ 23 ગેરકાયદેસર ફાળવણી રદ

રાજકોટ ગોકુળનગર આવાસ કૌભાંડ કેસમાં બે મહિલા કોર્પોરેટરના પતિઓનું નામ ઉછળ્યું છે. તેઓએ ગરીબોના મકાનો તેમના 23 જેટલા સગાસંબંધીઓના નામે ફાળવી દીધાનો આરોપ લાગ્યો છે. મનપાની તપાસ કમિટિની રિપોર્ટ જાહેર થયો તેમા આ વાત જણાવવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 75 રાજકોટ ગોકુળનગર આવાસ કૌભાંડ 23 ગેરકાયદેસર ફાળવણી રદ

રાજકોટઃ રાજકોટ ગોકુળનગર આવાસ કૌભાંડ કેસમાં બે મહિલા કોર્પોરેટરના પતિઓનું નામ ઉછળ્યું છે. તેઓએ ગરીબોના મકાનો તેમના 23 જેટલા સગાસંબંધીઓના નામે ફાળવી દીધાનો આરોપ લાગ્યો છે. મનપાની તપાસ કમિટિની રિપોર્ટ જાહેર થયો તેમા આ વાત જણાવવામાં આવી છે. હવે પક્ષ પણ આ બંને કોર્પોરેટરો સામે કયા પ્રકારની કાર્યવાહી કરી શકે છે તેના પર બધાની નજર છે.

આ તપાસમાં બહાર આવ્યું છે કે જે 23 લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યું છે, તેમના પોતાના તો મકાન છે જ. આમ આ 23 લાભાર્થીઓએ મકાનનો ગેરકાયદેસર રીતે લાભ લીધો છે. મનપા દ્વારા આ પ્રકારના તમામ લાભ રદ કરવામાં આવ્યા છે.

આ લાભાર્થીઓએ પોતાની પાસે મકાન હોવા છતાં પણ ગરીબોના નામે ફોર્મ ભરીને ગેરલાભ લીધો હતો. હવે આ રીતે ગેરકાયદેસર લાભ લેનારાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે મોટો સવાલ છે. શું આ રીતે ગેરકાયદેસરનું કૃત્ય રદ કરનારને ફાળવેલા મકાન રદ કરીને અટકી જવામાં આવશે. તેઓની સામે કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી થશે નહી.

આ તો ઉહાપોહ થયો એટલે કોર્પોરેટર લેવલના સ્તરનું કૌભાંડ બહાર આવ્યું.  હવે સવાલ એ છે કે રાજ્યમાં આ રીતે ગરીબો માટેની સીએમ આવાસ યોજના અને પીએમ આવાસ યોજનામાં શું આ પ્રકારના કૌભાંડો નહીં થયા હોય. અત્યાર સુધી આખું કોળુ શાકમાં ગયું હશે. આશ્ચર્યની વાત  એ છે કે અત્યાર સુધીમાં આ એકમાત્ર કૌભાંડ બહાર આવ્યું છે તો પછી બહાર નહીં આવેલા કૌભાંડો કેટલા હશે.

વાસ્તવમાં તો ગરીબોને મકાન આપવાના પીએમ અને સીએમના ઉમદા ધ્યેયને આડે આવનારા સામે એટલી આકરી કાર્યવાહી કરવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ બીજું ગરીબોના હક્ક પર તરાપ મારતા વિચારે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ