CAA/ બિનમુસ્લિમો હવે ભારતમાં સરળતાથી નાગરિકતા મેળવી શકશે, વેબસાઈટ લોન્ચ કરાઈ

કેન્દ્ર સરકાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતા બિનમુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ)ને ભારતીય નાગરિકતા આપવાનું શરૂ કરી દેશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સીએએ લાગૂ કરી દીધો છે. જોકે, સીએએ….

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 12T145138.207 બિનમુસ્લિમો હવે ભારતમાં સરળતાથી નાગરિકતા મેળવી શકશે, વેબસાઈટ લોન્ચ કરાઈ

New Delhi News: સોમવારે કેન્દ્ર સરકારે CAA એટલે કે નાગરિક સુધારો કાયદાનો અમલ કરી દેવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતા મેળવવા માટે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન બાદ 2019માં સંસદમાં સીએએ પસાર કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના બિનમુસ્લિમો માટે 31 ડિસેમ્બર, 2014 થી પહેલા ભારત આવનારા લોકો માટે ભારતીય નાગરિકતા મેળવવાના દ્વાર ખુલી ગયા છે.

WhatsApp Image 2024 03 12 at 2.50.05 PM બિનમુસ્લિમો હવે ભારતમાં સરળતાથી નાગરિકતા મેળવી શકશે, વેબસાઈટ લોન્ચ કરાઈ

હવે કેન્દ્ર સરકાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતા બિનમુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ)ને ભારતીય નાગરિકતા આપવાનું શરૂ કરી દેશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સીએએ લાગૂ કરી દીધો છે. જોકે, સીએએ લાગૂ થયા બાદ વિરોધ પ્રદર્શન થવાના શરૂ થઈ ગયા છે.

દિલ્હીના જામિયા થી લઈ આસામ સુધી દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યુ છે. સરકારે પોર્ટલ લોન્ચ કર્યું છે જેના પર વિઝિટ કરી, રજીસ્ટ્રેશન કરાવી નાગરિકતા મેળવી શકાશે –  Indian Citizenship Online Portal. જેમાં પોતાના ફોટા સાથે જરૂરી કાગળ કે ડોક્યુમેનટ્સ આપવાના રહેશે. ઉપરાંત ટૂંક સમયમાં મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અમદાવાદમાં રોબોટ પીરસી રહ્યો છે બરફનો ગોળો, લોકોને ગમ્યો અનોખો અંદાજ

આ પણ વાંચોઃ IPL 2024/ સૂર્યકુમાર યાદવ IPLની મેચોથી કમબેક કરશે? ફિટનેસને લઈ મોટું અપડેટ

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી PM વિન્સ્ટન પીટર્સે પ્રતિનિધિમંડળ સાથે અક્ષરધામની મુલાકાત લીધી