Robotics Cafe/ અમદાવાદમાં રોબોટ પીરસી રહ્યો છે બરફનો ગોળો, લોકોને ગમ્યો અનોખો અંદાજ

આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેવામાં ઘણા યુઝર્સે ઈનોવેશનના વખાણ કર્યા છે.. કેફેમાં વિઝિટ કરવાનું મન બનાવ્યું છે. ફૂડ સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં રોબોટિક્સનો સમાવેશ ભારતમાં જ નહીં…………

Tech & Auto
YouTube Thumbnail 2024 03 12T141359.900 અમદાવાદમાં રોબોટ પીરસી રહ્યો છે બરફનો ગોળો, લોકોને ગમ્યો અનોખો અંદાજ

Ahmedabad News: રોબોટ્સનો ઉપયોગ રોજીંદી જીંદગીમાં ઝડપથી વધી રહ્યો છે. ઈનોવેટિવ ટેકનિકની મદદથી મુશ્કેલીભર્યું કામ પણ સરળતાથી થઈ જાય છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં આનો ઉપયોગ ખૂબ થયો છે. ટેક્નોલોજી રેસ્ટોરન્ટમાં ખાવાનું બનાવવા, સર્વ કરવા અને બીજા કામો માટે પણ ઉપયોગમાં લેવાય છે. આવું જ અમદાવાદના સ્ટ્રીટ કેફેમાં જોવા મળ્યું છે. કેફેમાં એક રોબોટ વેઈટર ગ્રાહકો માટે બરફનો ગોળો સર્વ કરે છે.

રોબોટિક કેફેમાં આયશા નામની રોબોટને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. આ સ્પેશિયલી ડિઝાઈન રોબોટ ફ્લેવર્ડ બરફનો ગોળો પીરસે છે. આ રોબોટને ઈન્સ્ટોલ કરવાની કિંમત 1 લાખ 35 હજાર રૂપિયા છે. આયશાને શરૂઆતમાં ફૂડ લવર્સ અને ઈન્ટરનેટ યુઝર્સનો સારો પ્રતિભાવ મળ્યો છે. અમદાવાદના એક ફૂડ બ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kartik Maheshwari (@real_shutterup)

યુઝર્સને લખ્યું છે કે, અમદાવાદમાં પ્રથમ વખત રોબોટ બરફનો ગોળો પીરસી રહ્યો છે. 40 રૂપિયાથી શરૂ થાય છે જે એકદમ સ્વાદિષ્ટ અને સ્વચ્છ છે.

આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેવામાં ઘણા યુઝર્સે ઈનોવેશનના વખાણ કર્યા છે.. કેફેમાં વિઝિટ કરવાનું મન બનાવ્યું છે. ફૂડ સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં રોબોટિક્સનો સમાવેશ ભારતમાં જ નહીં પરંતુ બધા દેશોમાં ઝડપથી વધી રહ્યો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPL 2024/ સૂર્યકુમાર યાદવ IPLની મેચોથી કમબેક કરશે? ફિટનેસને લઈ મોટું અપડેટ

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી PM વિન્સ્ટન પીટર્સે પ્રતિનિધિમંડળ સાથે અક્ષરધામની મુલાકાત લીધી

આ પણ વાંચોઃ Lemon Rate/ લીંબુના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું