Technology/ જો તમારે Laptop ખરીદવાનો છે પ્લાન, તો આ વાતોને જરૂર જાણી લો

દેશ અને દુનિયામાં લેપટૉપ ઉપયોગ કરનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તમામ કંપનીઓ પણ બજારમાં સતત નવા ફીચર્સ સાથે લેપટૉપ બજારમાં ઉતારી રહી છે. જેમ-જેમ ટેક્નોલૉજી એડવાન્સ થતી જઈ રહી છે, એમ-એમ લેપટૉપ પણ વધારે સ્માર્ટ થતા જઈ રહ્યા છે. પહેલા બજેટ નક્કી કરો સૌથી પહેલા તમારે તમારૂ બજેટ નક્કી કરવું જોઈએ કે તમે […]

Tech & Auto
Untitled 169 જો તમારે Laptop ખરીદવાનો છે પ્લાન, તો આ વાતોને જરૂર જાણી લો

દેશ અને દુનિયામાં લેપટૉપ ઉપયોગ કરનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તમામ કંપનીઓ પણ બજારમાં સતત નવા ફીચર્સ સાથે લેપટૉપ બજારમાં ઉતારી રહી છે. જેમ-જેમ ટેક્નોલૉજી એડવાન્સ થતી જઈ રહી છે, એમ-એમ લેપટૉપ પણ વધારે સ્માર્ટ થતા જઈ રહ્યા છે.

પહેલા બજેટ નક્કી કરો

સૌથી પહેલા તમારે તમારૂ બજેટ નક્કી કરવું જોઈએ કે તમે કેટલી કિંમત સુધીનું લેપટૉપ ખરીદવા માંગો છો. બજારમાં અલગ-અલગ કંપનીઓ અલગ-અલગ કિંમતો પર લેપટૉપ લૉન્ચ કરી રહી છે. તમે તમારા બજેટ અનુસાર લેપટૉપ પસંદ કરી શકો છો.

સાઈઝ

ઘણા લોકો પોતાના જરૂરિયાત પ્રમાણે નાનુ લેપટૉપ ખરીદવા માંગે છે તો ઘણા લોકો મોટી સાઈઝનું લેપટૉપ ખરીદવાનું પસંદ કરે છે. બજારમાં નાનાનીથી લઈ મોટી સાઈઝના લેપટૉપ ઉપલબ્ધ છે જેમાંથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે ખરીદી શકો છો. જો તમે લેપટૉપ સફર કરો છો તો તમારે મીડિયમ સાઈઝનું લેપટૉપ ખરીદવું જોઈએ.

પ્રોસેસર અને રેમ જરૂર જુઓ

કોઈ પણ લેપટૉપની સ્પીડ અને પર્ફોર્મેન્સ તેના પ્રોસેસર પર નિર્ભર કરે છે. જો તમારા લેપટૉપનું પ્રોસેસર લેટેસ્ટ હશે તો તે વધારેમાં વધારે એપ્સને સપોર્ટ કરશે.

બીજું તમારા લેપટૉપની રેમ જો વધારે હશે, તો તેનું પર્ફોર્મેન્સ સારૂ રહેશે. એવામાં લેપટૉપ ખરીદતા પહેલા એ જોઈ લો કે તેનું પ્રેસેસર ક્યું છે અને તેમાં કેટલા જીબી રેમ છે.

સ્ટોરેજ અને બેટરી

લેપટૉપનું જેટલું વધારે સ્ટોરેજ હશે એટલો ડાટાને તમે તેમાં સેવ કરી શકશો. જો તમે તમારા પ્રોફેશનલ ઉપયોગ માટે લેપટૉપ ખરીદવા માંગો છો તો પ્રયાસ કરો કે વધારે સ્ટોરેજવાળુ હોય. તદ્દપરાંત બેટરી ખુબ જ જરૂરી ફેક્ટર હોય છે. લેપટૉપની બેટરી બેકઅપ જેટલો સારો હશે તમે એટલો મોડા સુધી ઉપયોગ કરી શકશો.