Technology/ સરળતાથી શોધી શકશો વેક્સિન સેન્ટર, FB સરકાર સાથે મળી વિકસાવી રહ્યું છે નવું ટૂલ

દેશભરમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તેને કાબૂમાં લેવા સરકાર વેક્સિનેશન પર ભાર મુકવા માંગે છે. 1મે એટલે કે આજથી દેશભરમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે વેક્સિન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. પરંતુ તમે ચિંતિત હશો કે તમારા ઘરની નજીક વેક્સિન તમારે ક્યાં લેવી. તો હવે ફેસબુક તમારી આ સમસ્યાને હલ […]

Tech & Auto
Untitled 9 સરળતાથી શોધી શકશો વેક્સિન સેન્ટર, FB સરકાર સાથે મળી વિકસાવી રહ્યું છે નવું ટૂલ

દેશભરમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તેને કાબૂમાં લેવા સરકાર વેક્સિનેશન પર ભાર મુકવા માંગે છે. 1મે એટલે કે આજથી દેશભરમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે વેક્સિન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

પરંતુ તમે ચિંતિત હશો કે તમારા ઘરની નજીક વેક્સિન તમારે ક્યાં લેવી. તો હવે ફેસબુક તમારી આ સમસ્યાને હલ કરવા જઈ રહ્યું છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારત સરકાર સાથે પાર્ટનરશિપ કરીને વેક્સિન ફાઉન્ડર ટૂલ જાહેર કરવામાં આવશે. જેના કારણે વેક્સિન લગાવવામાં મદદ મળશે. આ અગાઉ કોરોનાની સ્થિતિને લઈ કંપનીએ 10 મિલિયન ડૉલર સહાય આપવાની વાત કરી હતી.

વેક્સિન ફાઉન્ડર ટૂલ ભારતમાં ફેસબુક મોબાઈલ એપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેને 17 ભાષાઓમાં ઉપયોગ કરી શકાશે. આ ટૂલની મદદથી લોકો નજીકના વેક્સિન સેન્ટરને સરળતાથી શોધી શકશે. આ ટૂલમાં વેક્સિન સેન્ટર, તેનું લોકેશન અને તેમના કામનો સમય પણ દર્શાવવામાં આવશે.

ફેસબુક કેટલાક ઓર્ગેનાઈઝેશન સાથે જોડાઈ ફંડ આપશે. આ ફંડનો ઉપયોગ ઓક્સિજન અને લાઈફ સેવિંગ પ્રોડક્ટ જેવા કે વેન્ટીલેટર મશીન ખરીદવા અને હોસ્પિટલોમાં બેડની કેપેસિટી વધારવા માટે કરવામાં આવશે.