Innovation/ દેશની પ્રથમ એર ટેક્સી, આનંદ મહિન્દ્રાની ટ્વીટથી લોકોમાં ઉત્સુકતા

આનંદ મહિન્દ્રાએ X પર એર ટેક્સીનો ફોટો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે IIT મદ્રાસ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્સી બનાવવા માટે ePlane કંપની બનાવી રહી છે. આ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ………….

Tech & Auto Trending
Image 2024 05 11T154916.319 દેશની પ્રથમ એર ટેક્સી, આનંદ મહિન્દ્રાની ટ્વીટથી લોકોમાં ઉત્સુકતા

New Delhi News: મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર દેશની પ્રથમ એર ટેક્સીની ઝલક બતાવી છે. તેમણે પરિવહનની દુનિયામાં એક નવીનતા ગણાવી છે. આનંદ મહિન્દ્રાએ ફ્લાઈંગ કારના ફીચર્સ વિશે માહિતી શેર કરી આવતા વર્ષ સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકવાની શક્યતા વ્યક્ત કરી છે. ફ્લાઈંગ ટેક્સી એક સમયે 200 કિલોમીટરનું અંતર કાપી, એટલું જ વજન પણ ઉપાડી શકે છે.

આનંદ મહિન્દ્રાએ X પર એર ટેક્સીનો ફોટો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે IIT મદ્રાસ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્સી બનાવવા માટે ePlane કંપની બનાવી રહી છે. આ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર આવતા વર્ષ સુધી ઉડી શકે છે. તેમણે ઇન્ક્યુબેટરની વધતી સંખ્યા માટે દેશનો આભાર માન્યો અને કહ્યું કે હવે દેશ નવી શોધ કરવામાં પાછળ નથી રહ્યો. આ પોસ્ટમાં IIT મદ્રાસ દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સીના ફીચર્સ પણ શેર કર્યા છે.

ફોટો ટ્વીટ કરતી વખતે આનંદ મહિન્દ્રાએ IIT મદ્રાસની પ્રશંસા પણ કરી છે. આગામી વર્ષ સુધીમાં દેશમાં એર ટેક્સી દ્વારા મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. એપ્લેન કંપની IIT મદ્રાસ સાથે મળીને આ એર ટેક્સી વિકસાવી રહી છે. ઈ-પ્લેન એ ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ કંપની છે. આ કંપનીને ગયા વર્ષે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ બનાવવાની મંજૂરી મળી હતી. એપલેને તેની એર ટેક્સીનું નામ E200 રાખ્યું છે. એકવાર ચાર્જ કર્યા પછી તે 200 કિલોમીટરનું અંતર કાપી શકે છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આવકવેરા વિભાગે કરદાતાઓને આપી નવી સુવિધા, એક જ ક્લિકમાં જાણી શકાશે આ માહિતી

આ પણ વાંચો:વોરેન બફેટને રોકાણ કરવા એલોન મસ્ક કેમ નિમંત્રણ આપી રહ્યાં છે…