February festival/ આજથી શરૂ ફેબ્રુઆરી ફેસ્ટિવલ..તારીખ 7 થી લઇને 21 સુધી ઉજવાશે જુદા-જુદા ડે..

વસંતના વાયરા વિતેલાં વર્ષોમાં યુવાનોને લાગણીની આપ-લે કરાવતા હતા. એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો છે

Others Trending Lifestyle
Valentine-Day

Valentine-Day: ‘બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.‘ વસંતના વાયરા વિતેલાં વર્ષોમાં યુવાનોને લાગણીની આપ-લે કરાવતા હતા. એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો છે. માત્ર વૅલેન્ટાઇન-ડે કે પછી વૅલેન્ટાઇન વીક નહીં, પરંતુ પુરા પંદર દિવસની સુંદર સફર આ દિવસોમાં હોય છે. એક પછી એક જુદા-જુદા દિવસ અને તેની સાથે વહેંચાતી લાગણીઓ.

પ્રેમમાં કોઈની હાર તો કોઈની જીત થાય છે

Untitled 37 3 આજથી શરૂ ફેબ્રુઆરી ફેસ્ટિવલ..તારીખ 7 થી લઇને 21 સુધી ઉજવાશે જુદા-જુદા ડે..

યુવાનો માટે વર્ષમાં સૌથી ફેવરિટ મહિનો હોય તો તે ફેબ્રુઆરી છે. થોડાં વર્ષો પહેલાં આ મહિનામાં માત્ર(Valentine-Day)  વૅલેન્ટાઇન-ડેની જ ઉજવણી કરવામાં આવતી હતી. ધીમે-ધીમે વૅલેન્ટાઇન વીકની શરૃઆત થઈ અને હવે તો ૭ તારીખથી લઈને ૨૧ તારીખ સુધીનો નવો જ ફેસ્ટિવલ શરૃ થયો છે. તહેવાર એટલા માટે કહી શકાય કે આ દિવસોમાં યુવાનો પોતાની ઇચ્છા પ્રમાણે જુદા-જુદા દિવસોને એન્જોય કરે છે. પ્રેમમાં કોઈની હાર તો કોઈની જીત થાય છે. સ્કૂલ સમયથી મિત્ર બનવાની ભાવના રાખતા યુવાનો ગિફ્ટ, ચોકલેટ, રોઝ આપીને વર્ષો સુધી દોસ્તી નિભાવવાના બંધનમાં બંધાઈ જાય છે. એ જુદી વાત છે કે દોસ્તી કે પ્રેમ કેટલો સમય ટકી રહે છે. તો બીજી બાજુ લગ્ન કરી ઠરીઠામ થયેલા અને ઉંમરના પડાવ પાર કરી ચૂકેલી વ્યક્તિઓ પણ આ દિવસોમાં પોતાની જૂની યાદો તાજી કરે છે અને નવી યાદો બનાવે છે.

સાતથી લઇ તારીખ એકવીસ 

Untitled 37 4 આજથી શરૂ ફેબ્રુઆરી ફેસ્ટિવલ..તારીખ 7 થી લઇને 21 સુધી ઉજવાશે જુદા-જુદા ડે..

ફેસ્ટિવલ-ડેની ઉજવણી શરૃ થઈ ગઈ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાત તારીખથી શરૃ થતા ડે છેક એકવીસ તારીખ સુધી ઉજવવામાં આવે છે. ૭- રોઝ-ડે, ૮-પ્રપોઝ-ડે, ૯-ચોકલેટ-ડે, ૧૦-ટેડી-ડે, ૧૧-પ્રોમિસ-ડે, ૧૨-હગ-ડે, ૧૩-કિસ-ડે, ૧૪- વેલેન્ટાઇન-ડે, ૧૫- સ્લેપ ડે, ૧૬- કિક-ડે, ૧૭-પરફ્યુમ ડે, ૧૮-ફ્લર્ટિંગ ડે, ૧૯-કન્ફેશન ડે, ૨૦- મિસિંગ ડે અને આ દિવસો દરમિયાન એકબીજાને સંપૂર્ણ જાણવાની વાતો કરતા યુવાનોને જો એકબીજાનો સાથ પસંદ ના આવે તો તે યુવાનો ૨૧ તારીખે બ્રેકઅપ ડે ઉજવી પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મુકે છે.

પશ્ચિમ દેશોમાં ફેબ્રુઆરી મહિનાને લઈને ઘણુ એક્સાઇટિંગ જોવા મળે છે. ધીમે-ધીમે આપણા ત્યાં પણ આ મહિનાને લઈને ઉત્સાહ વધતો જાય છે. તેમાં પણ ખાસ કરીને યુવાનો આ દિવસોને લઈને ઘણા ક્રેઝી હોય છે.