Photos/ સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સલમાન ખાન અને ભાગ્યશ્રીની સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના એક સીનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

Trending Photo Gallery
સલમાન

સલમાન ખાન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેની એક્સ ગર્લફ્રેન્ડને લઈને તેનું નામ હંમેશા વિવાદોમાં રહ્યું છે. પહેલી ગર્લફ્રેન્ડ સોમી અલી હોય કે ઐશ્વર્યા રાય, સલમાનનો ભૂતકાળ કોઈને કોઈ રીતે આ અભિનેત્રીઓ સાથે જોડાયેલો હતો. રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યાનું બ્રેકઅપ એટલા માટે થયું કારણ કે ઐશ્વર્યા રાય સલમાન ખાનના હિંસક વર્તન, ડ્રગ્સની લત અને મારપીટથી કંટાળી ગઈ હતી. હવે તેની પહેલી ગર્લફ્રેન્ડ સોમી અલીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

a 122 6 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સલમાન ખાન અને ભાગ્યશ્રીની સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના એક સીનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સાથે સોમીએ લખ્યું- બોલિવૂડના હાર્વે વેઈનસ્ટીન! તમે ખુલ્લા પડી જશો. તમે જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે તે તમામ મહિલાઓ એક દિવસ બહાર આવશે અને તેમની વાસ્તવિકતા જણાવશે, જેમ કે ઐશ્વર્યા રાય બચ્ચન કર્યું હતું.

a 121 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

સોમી અલીની પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું – એક ક્ષણ માટે પણ કલ્પના કરી શકતો નથી કે તે બધી છોકરીઓએ તે ભાવનાત્મક આઘાતમાંથી પસાર થઈને શું કર્યું હશે. તમારો અવાજ ઉઠાવવા બદલ હું તમને અને ઐશ્વર્યા રાય બચ્ચનને સલામ કરું છું.

a 122 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

આપને જણાવી દઈએ કે આ પહેલા સોમી અલીએ સલમાન ખાન સાથેના બ્રેકઅપની વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે – જો તમે કોઈ સંબંધમાં ખુશ નથી તો અલગ થવું જ સારું છે. સલમાન અને મારા સંબંધોમાં પણ કંઈક આવું જ બન્યું હતું. મેં અમેરિકા પાછા જવાનું નક્કી કર્યું.

a 122 1 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

સોમી અલીના કહેવા પ્રમાણે, મેં વર્ષોથી સલમાન સાથે વાત કરી નથી. મને લાગે છે કે તેમનાથી દૂર રહેવું મારા માટે સારું રહેશે. આગળ વધવું ઠીક હતું અને હવે હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું. સલમાન મારી સાથે ઈમાનદાર નહોતો. તેણે મારી સાથે છેતરપિંડી કરી, જેનાથી મારું હૃદય તૂટી ગયું.

a 122 2 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

1994માં સોમી અલીએ પહેલીવાર સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયા જોઈ હતી. સલમાનને ફિલ્મમાં જોઈને તે તેને પોતાનું દિલ આપી રહી હતી. સોમીએ તે સમયે નક્કી કર્યું હતું કે તે માત્ર અને માત્ર સલમાન સાથે જ લગ્ન કરશે.

a 122 3 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

સોમી અલીના કહેવા પ્રમાણે, જે રાત્રે મેં તે ફિલ્મ જોઈ, તે જ રાત્રે મેં સલમાન સાથે લગ્ન કરવાનું સપનું જોયું. હું સવારે ઉઠી અને મારી બેગ પેક કરી અને મારી માતાને કહ્યું કે હવે હું જે અભિનેતાનું સપનું જોયું હતું તેની સાથે લગ્ન કરવા હું ભારત જવા માંગુ છું. આપને જણાવી દઈએ કે ત્યારે સોમી અમેરિકાના ફ્લોરિડામાં રહેતી હતી.

a 122 4 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

જણાવી દઈએ કે 2011માં આપેલા એક ઈન્ટરવ્યુમાં સોમી અલીએ સલમાન ખાન સાથેના તેના અફેર અને બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી. સોમીએ કહ્યું હતું કે સલમાન ખાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. પરંતુ અમારી વચ્ચે ઐશ્વર્યા રાય આવી અને આ સંબંધ તૂટી ગયો.

a 122 5 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

સોમી અલી અનુસાર, હું અને સલમાન લગભગ 8 વર્ષથી રિલેશનશિપમાં હતા. અમે એક ફિલ્મ ‘બુલંદ’ (1992)માં સાથે કામ કર્યું હતું, પરંતુ કોઈ કારણોસર તે ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. આપણે જણાવી દઈએ કે બ્રેકઅપ પછી સોમી અલી અમેરિકાના ફ્લોરિડામાં રહેવા ગઈ અને હવે તે ‘નો મોર ટિયર્સ’ નામનું પોતાનું એનજીઓ ચલાવી રહી છે.

આ પણ વાંચો : SS રાજામૌલી અને આલિયા ભટ્ટ વચ્ચે શું થયો અણબનાવ? એક્ટ્રેસે RRRની પોસ્ટ કરી ડિલીટ

આ પણ વાંચો :સોનુ નિગમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યો પદ્મશ્રી, સિંગરે ગુસ્સામાં કહ્યું કે હું એવોર્ડ નહીં સ્વીકારું

આ પણ વાંચો :Oops! લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગર કેટી પેરીનું ફાટી ગયું પેન્ટ,  વીડિયોમાં જુઓ કેવી રીતે કર્યું ઠીક 

આ પણ વાંચો :બાથરૂમમાં આ સ્પર્ધક કરે છે ગંદું કામ, આ હિરોઇને શોમાં કર્યો ચોંકાવનારો ખુલાસો