Not Set/ એશિયા કપ : પાક.ને હરાવી બાંગ્લાદેશે ફાઈનલમાં મારી એન્ટ્રી, ભારત સાથે રમશે ખિતાબી મુકાબલો

દુબઈ, યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર – ૪ના અંતિમ મુકાબલામાં મોટો ઉલટફેર થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે “કરો યા મરો” સમાન જણાતી આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ૩૭ રને શાનદાર જીત મેળવી ફાઈનલમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારે હવે ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશની ટક્કર ભારતીય ટીમ સામે થશે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ ૪૮.૫ […]

Trending
એશિયા કપ : પાક.ને હરાવી બાંગ્લાદેશે ફાઈનલમાં મારી એન્ટ્રી, ભારત સાથે રમશે ખિતાબી મુકાબલો

દુબઈ,

યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર – ૪ના અંતિમ મુકાબલામાં મોટો ઉલટફેર થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે “કરો યા મરો” સમાન જણાતી આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ૩૭ રને શાનદાર જીત મેળવી ફાઈનલમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારે હવે ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશની ટક્કર ભારતીય ટીમ સામે થશે.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ ૪૮.૫ ઓવરમાં ૨૩૯ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી અને પાકિસ્તાનને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ૨૪૦ રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારિત ૫૦ ઓવરમાં માત્ર ૨૦૨ રન જ બનાવી શકી હતી અને ૩૭ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.

DoC2qQ7WsAA6Un1 એશિયા કપ : પાક.ને હરાવી બાંગ્લાદેશે ફાઈનલમાં મારી એન્ટ્રી, ભારત સાથે રમશે ખિતાબી મુકાબલો
sports-asia-cup-2018-super-4 bangladesh-beat -pakistan-agive entry in final

આ સાથે પાકિસ્તાનની એશિયા કપમાં ત્રીજી હાર છે. આ પહેલા ભારતીય ટીમ પણ પાકિસ્તાનને બે વાર ધૂળ ચટાડી ચુકી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહેમાન અને મોહમ્મદ મિથુનની શાનદાર બેટિંગના સહારે ટીમનો સ્કોર ૨૩૯ રન સુધી પહોચાડ્યો હતો. મુશફિકુર રહેમાને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા ૯૯ રન બનાવ્યા હતા અને માત્ર ૧ રનથી સદી ચુક્યો હતો, જયારે મિથુને ૬૦ રન બનાવ્યા હતા.

જયારે પાકિસ્તાન તરફથી એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા જુનૈદ ખાને સૌથી વધુ ૪ વિકેટ તેમજ હસન અલી અને શાહીન આફ્રિદીએ ૨-૨ વિકેટ ઝડપી હતી.

બીજી બાજુ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા ૨૪૦ રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની શરૂઆત ખુબ ખરાબ રહી હતી અને ૧૮ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાન તરફથી માત્ર ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હકે સૌથી વધુ ૮૩ રનની ઇનિંગ્સ રમી હતી જયારે શોએબ મલિકે ૩૦ રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનનો અન્ય કોઈ બેટ્સમેન બાંગ્લાદેશી બોલરો સામે ટકી શક્યા ન હતા અને પૂરી ટીમ ૫૦ ઓવરમાં ૨૦૨ રન બનાવી શકી હતી.

બાંગ્લાદેશ તરફથી ઝડપી બોલર રહેમાને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, જયારે મહેંદી હસને ૨ વિકેટ ઝડપી હતી.