Bollywood/ ‘બજરંગી ભાઈજાન’ની સીકવલમાં નહીં જોવા મળે આ અભિનેતા! તો કોણ હશે નવું કિરદાર

2015માં આવેલી ‘બજરંગી ભાઈજાન’ એ તે વર્ષની સુપરહિટ ફિલ્મ હતી , તેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં સલમાન ખાન, હર્ષાલી મલ્હોત્રા, નવાઝુદ્દીન સિદ્દીકી અને કરીના કપૂર સહિત ઘણા સ્ટાર્સે જોરદાર એક્ટિંગ કરી હતી. શું નવાઝુદ્દીન તેની સિક્વલમાં ફરીથી ‘ચાંદ નવાબ’નું પાત્ર ભજવશે? જાણો.

Trending Entertainment
બજરંગી ભાઈજાન

સલમાન ખાનની ફિલ્મની તેના ફેન્સ આતુરતાથી રાહ જોતા જ હોય છે. એવામાં જ્યારથી ‘બજરંગી ભાઈજાન’ની સીકવલ આવી રહી છે તે સાંભળીને તો ફેન્સ તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે  જ્યારે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ રિલીઝ થશે.

બોક્સ ઓફીસના તમામ રેકોર્ડ તોડનાર ‘બજરંગી ભાઈજાન’ 8 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કામ કરનાર કિરદારમાં સલમાન ઉપરાંત ‘મુન્ની’ (હર્ષાલી મલ્હોત્રા), નવાઝુદ્દીન સિદ્દીકી (ચાંદ નવાબ) અને રસિકા (કરિના કપૂર) એ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. નવાઝુદ્દીનને ચાંદ નવાબ તરીકે તેના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. લોકોને તેની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ લાગે છે કે ચાહકો ‘બજરંગી ભાઈજાન 2’માં નવાઝુદ્દીનને મિસ કરશે. અને આ વિશેનો સંકેત અભિનેતાએ પોતે આપ્યો છે!

આ મુવીને ડાયરેક્ટર કબીર ખાન હતા. અને અત્યારે એવું સામે આવી રહ્યું છે કે અલી અબ્બાસ ઝફર તેની સીક્વલને ડાયરેક્ટ કરી શકે છે. સીક્વલની સ્ટોરી એસએસ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદ લખી રહ્યા છે. સલમાન ખાન ફરી એકવાર પવન કુમાર ચતુર્વેદીની ભૂમિકામાં જોવા મળશે, પરંતુ અન્ય કયા સ્ટાર્સ હશે તે હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

સલમાન ખાનની બજરંગી ભાઈજાન ફિલ્મ આજે પણ લોકોના દિલમાં વસે છે. તેમાં પાકિસ્તાની છોકરી મુન્નીની હૃદય ને સ્પર્શી જાય તેવી સ્ટોરી બતાવવામાં આવી હતી, જે ભૂલથી ભારત પહોચી જાય છે. સલમાનને તેને તેના દેશ પરત મોકલવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફિલ્મની સ્ટોરી જેટલું હસાવે છે તેટલી જ ઈમોશનલ પણ છે.

ફિલ્મની આટલી મોટી સફળતા પછી, જ્યારે તેની સીક્વલની જાહેરાત કરવામાં આવી, ત્યારે ચાહકોમાં આનંદથી  લ્હેર જોવા મળી રહી છે. બજરંગી ભાઈજાન 2 નું નામ ‘પવનપુત્ર ભાઈજાન’ હશે. ચાંદ નવાબનું પાત્ર ભજવનાર નવાઝુદ્દીન સિદ્દીકીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. તેણે ઉમેર્યું હતું કે સીક્વલમાં તેની ભૂમિકાને ફરીથી રજૂ કરવા માટે હજી સુધી તેનો સંપર્ક કરવામાં આવ્યો નથી. જો તેની પાસે કોઈ ઓફર આવે છે, તો તે તેના પાત્રના આધારે ચોક્કસપણે તેના પર વિચાર કરશે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ ચાંદ નવાબ નામના સંઘર્ષશીલ પાકિસ્તાની રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી, જે પવનને મુન્નીના માતા-પિતાને શોધવામાં  દરેક શક્ય રીતે મદદ કરે છે. એવું કહેવાય છે કે આ પાત્ર પાકિસ્તાનના વાસ્તવિક જીવનના પત્રકાર પર આધારિત હતું. નવાઝ ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. જેમાં ‘ટીકુ વેડ્સ શેરુ’, ‘નૂરાની ચેહરા’, ‘બોલે ચૂડિયા’, ‘હદ્દી’, ‘જોગીરા સારા રા રા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Bollywood Masala/શાહરૂખ લેશે ડોન 3 ની ફિલ્મમાંથી એક્ઝિટ, આ અભિનેતા સાથે કરશે ડોન ફ્રેન્ચાઇઝી રીબૂટ

આ પણ વાંચો : Cannes Film Festival/સારા અલી ખાન કરશે કાન્સ 2023માં ડેબ્યૂ , એરપોર્ટ પર જોવા મળી આ લૂકમાં

આ પણ વાંચો : Cannes/શું ખરેખર તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર કરશે વોક?

આ પણ વાંચો : ટ્રાફિક પોલીસ/મુંબઈ પોલીસ હવે કોઈને નહીં મુકે, હેલ્મેટ વિના બાઇક ચલાવવા પર આ સ્ટાર્સ પર થશે કાર્યવાહી