Not Set/ આજે છે સંસદ પર થયેલા આતંકી હુમલાની ૧૭મી વરસી, પીએમ મોદી સહિતના નેતાઓએ માર્યા ગયેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, આજથી લગભગ ૧૭ વર્ષ પહેલા એટલે કે ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ દેશની સંસદ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ગુરુવારે આ આતંકી હુમલાની ૧૭મી વરસી છે. NDAના શાસનકાળ દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબ્બા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં કુલ ૧૪ લોકો માર્યા ગયા હતા, જયારે ૧૮ લોકો […]

Top Stories India Trending
parliament pti આજે છે સંસદ પર થયેલા આતંકી હુમલાની ૧૭મી વરસી, પીએમ મોદી સહિતના નેતાઓએ માર્યા ગયેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી,

આજથી લગભગ ૧૭ વર્ષ પહેલા એટલે કે ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ દેશની સંસદ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ગુરુવારે આ આતંકી હુમલાની ૧૭મી વરસી છે.

NDAના શાસનકાળ દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબ્બા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં કુલ ૧૪ લોકો માર્યા ગયા હતા, જયારે ૧૮ લોકો ઘાયલ થયા હતા.

આ આતંકી હુમલાની ૧૭મી વરસી પર ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, UPAના ચેરપર્સન સોનિયા ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓને હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

હુમલાના માસ્ટર માઈન્ડ એવા આતંકીઓ હજી સુધી છે ધરપકડમાંથી બહાર

૨૦૦૧માં સંસદ પર થયેલા હુમલાની ગુરુવારે ૧૭મી વર્ષગાંઠ છે, પરંતુ હજી સુધી આ આતંકી હુમલા માટે જવાબદાર એવા આતંકીઓને ભારત સજા ફટકારી ચુક્યું નથી.

militant mohammad organised conference islamabad taliban pakistan 5e35a2ea cb0b 11e8 a159 d4219452a912 આજે છે સંસદ પર થયેલા આતંકી હુમલાની ૧૭મી વરસી, પીએમ મોદી સહિતના નેતાઓએ માર્યા ગયેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ
national-parliament-17th-anniversary terrorist attacks PM Modi tribute

આ હુમલાના માસ્ટર માઈન્ડ એવા ત્રણ આતંકીઓ મૌલાના મસૂદ અજહર, ગાજી બાબા ઉર્ફ અબુ જેહાદી અને તારિક અહેમદ હજી પણ પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે, પરંતુ ભારત દ્વારા તેઓની ધરપકડ કરાઈ નથી.