Accident/ પાલનપુરમાં બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિઓ સહિત 20 ઘેટાં-બકરાના મોત

પાલનપુર- અમદાવાદ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

Top Stories Others
159 6 પાલનપુરમાં બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિઓ સહિત 20 ઘેટાં-બકરાના મોત
  • બનાસકાંઠાના પાલનપુરમાં અકસ્માત
  • બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • 3 વ્યક્તિઓ અને 20 ઘેટાં બકરાના મોત
  • રાજસ્થાનથી ઘેટાં બકરાં ભરી ટ્રક જઇ રહી હતી
  • અમદાવાદ તરફ જઈ રહી હતી ટ્રક

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. લોકોની નાની ભૂલ કે ઉતાવળ અનેક લોકોના જીવ લઈ લે છે. બનાસકાંઠા માં પણ આવી જ ઘટના સામે આવી છે. પાલનપુર- અમદાવાદ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તો સાથે 20 અબોલ ઘેટાં બકરા પણ મોત ને ભેટ્યા છે.

159 7 પાલનપુરમાં બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિઓ સહિત 20 ઘેટાં-બકરાના મોત

એમ.બી. પુરા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનથી ઘેટા બકરા ભરી અમદાવાદ તરફ જઇ રહેલી ટ્રક અન્ય ટ્રક સાથે  ધડાકા ભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર-ક્લિનર સહિત ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત ની ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા. ઘટના ની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી આવ્યો હતો.

આ ઉપરાંત ટ્રકમાં રહેલા 20 જેટલા ઘેટા-બકરાના પણ મોત થયા છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ પાલનપુર-અમદાવાદ હાઈવે પર જ કાર અ બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.આમ કુલ ત્રણ દિવસમાં બે અકસ્માતમાં છ લોકોના મોત નિપજ્યા છે.

National/ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદ કેસમાં બે અરજીઓ પર આજે સુનાવણી, જાણો શું છે માંગણીઓ