Not Set/ પોતાના વ્હાલસોયા દીકરાનું આ પરિવારે કર્યું દાન

મધ્યપ્રદેશના હરદા શહેરમાં રહેતા અને ટીમ્બર માર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ઘનશ્યામભાઈ પટેલના બે પુત્રોમાંથી સાત વર્ષના સોહમ નામના પુત્રને ગુરુદક્ષિણામાં દીકરાનું દાન આપી પોતાની એક સામાજિક અને અદભુત ફરજ પૂરી કરી હતી.

Top Stories Gujarat Others
chatak 7 પોતાના વ્હાલસોયા દીકરાનું આ પરિવારે કર્યું દાન

સાવરકુંડલા માનવમંદિર ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ દીકરાનું દાન મળ્યું છે. મધ્યપ્રદેશના હરદા શહેરમાં રહેતા અને ટીમ્બર માર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ઘનશ્યામભાઈ પટેલના બે પુત્રોમાંથી સાત વર્ષના સોહમ નામના પુત્રને ગુરુદક્ષિણામાં દીકરાનું દાન આપી પોતાની એક સામાજિક અને અદભુત ફરજ પૂરી કરી હતી.

chatak 9 પોતાના વ્હાલસોયા દીકરાનું આ પરિવારે કર્યું દાન

ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ હરદા શહેરથી ઘનશ્યામભાઈ પટેલ અને તેમના પરિવાર સાવરકુંડલા માનવ મંદિર આવી પહોંચ્યો હતો. અને આ સાત વર્ષના પુત્રને ગુરુ શ્રી પૂ.ભક્તિ બાપુના ચરણોમાં સમર્પિત કર્યો હતો. બાપુએ પણ રાજીપો વ્યક્ત કરી સોહમ ને સપ્રેમ સ્વીકારી તેમના અભ્યાસની ઉછેર તેમજ સંસ્કારની જવાબદારી પૂર્વક ફરજ અદા કરવાનું પણ આ પરિવારનો વચન આપ્યું છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દીકરાના દાન દુધરેજની જગ્યામાં આપવામાં આવે છે. સ્વીકારવામાં પણ આવે છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં માનવ મંદિરમાં આ પ્રથમ દાખલો એવો છે કે જ્યા દીકરાનું દાન મળ્યું.

chatak 8 પોતાના વ્હાલસોયા દીકરાનું આ પરિવારે કર્યું દાન

માનવમંદિર આજથી સાત વર્ષ પહેલા રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર ભક્તિ બાપુએ નિસ્વાર્થ ભાવે અને સેવાની ભાવનાથી સ્થપાયેલ આશ્રમ છે. આશ્રમમાં નિરાધાર રખડતા ભટકતા મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી સમાજમાં પુન સ્થાપિત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 92 જેટલી બહેનો સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે. હાલમાં ૫૪ જેટલી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનું ભક્તિ બાપુની નિશ્રામાં પ્રયાસ કરી રહી છે.

માનવ મંદિરમાં ક્યારેય કોઈ પાસે ફાળો નહીં કરવાના કોઈ પાસે માગવુ નહીં  એવા અઘરા નિર્ણય સાથે આશ્રમ શરૂ કરાયો હતો. પરંતુ પ્રભુકૃપાથી સતત જરૂરિયાત મુજબનું દાન મળી રહે છે. અને માનવ મંદિરના અનેક સેવકો ભક્તો યથાશક્તિ દાનની સરવાણી વહાવી રહયા છે.

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય / પૂરગ્રસ્ત જિલ્લાઓમાં નિ: શુલ્ક રાશન અને કેરોસીન મળશે

કુદરતનો કોપ ! / માનવજાત પર મહામારીની ઉપર પૂર અને ભૂસ્ખલન થતાં ત્રણે તરફથી માર, જાણો દેશના પ્રભાવિત રાજ્યો વિશે