મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે . આ ઘટનાઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે . જેમને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું .જે અંતર્ગત મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત જિલ્લાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં પૂરગ્રસ્ત જિલ્લાઓમાં મફતમાં રાશન અને કેરોસીન આપવામાં આવશે.
મહારાષ્ટ્રના અન્ન પુરવઠા પ્રધાન છગન ભુજબલે જણાવ્યું કે પૂરથી અસરગ્રસ્ત લોકોને વિના મૂલ્યે અનાજ અને કેરોસીન આપવામાં આવશે. રાજય ના રાયગઢ,, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પૂરની અસર સૌથી વધુ થઈ છે. આ 6 જિલ્લાઓમાં ઘણું નુકસાન થયું હતું, જ્યાં મફત અનાજ આપવામાં આવશે. દરેક પરિવારને 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 લિટર કેરોસીન આપવામાં આવશે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે મહારાષ્ટ્રની પશ્ચિમ તરફ પણ શનિવારે ભારે વરસાદ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર સિવાય, મધ્ય પ્રદેશ , ઓડિશા, તેલંગાણા , કર્ણાટકના દરિયાઇ વિસ્તારો, દક્ષિણ કર્ણાટક તરફથી ભારત હવામાન વિભાગ પણ ભારે વરસાદની ચેતવણી બાજુ તરફથી આપવામાં આવી છે.
રાયગઢ જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલા અકસ્માત પર દુઃખ વ્યકત કરતા પીએમ મોદીએ આર્થિક સહાયની ખાતરી આપી છે. જે મુજબ, જીવ ગુમાવનારાઓના પરિવારને દરેકને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા મળશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને દરેકને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત કરી છે.
