બિપરજોય-પીએમ મોદી/ ચક્રવાતનો સામનો કરવા પીએમ મોદી રચશે કયો ‘ચક્રવ્યૂહ’

ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાનારા વાવાઝોડાનો સામનો કરવા માટે પીએમ મોદીએ બેઠક બોલાવી છે. હવે ચક્રવાતનો સામનો કરવા માટે પીએમ મોદી કયો ચક્રવ્યૂહ અપનાવે છે તે જોવાનું છે. ગુજરાતમાં બધી સરકારી એજન્સીઓ અને કેન્દ્રીય સંસ્થાઓ વાવાઝોડાનો સામનો કરવામાં લાગી ગઈ છે.

Top Stories India
Bipperjoy PM Modi ચક્રવાતનો સામનો કરવા પીએમ મોદી રચશે કયો 'ચક્રવ્યૂહ'

ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાનારા વાવાઝોડાનો Bipperjoy-PM Modi સામનો કરવા માટે પીએમ મોદીએ બેઠક બોલાવી છે. હવે ચક્રવાતનો સામનો કરવા માટે પીએમ મોદી કયો ચક્રવ્યૂહ અપનાવે છે તે જોવાનું છે. ગુજરાતમાં બધી સરકારી એજન્સીઓ અને કેન્દ્રીય સંસ્થાઓ વાવાઝોડાનો સામનો કરવામાં લાગી ગઈ છે. પોલીસ, વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, રાહત કેમ્પ, વીજળી વિભાગ, પાણી વિભાગ, અનાજપુરવઠાની વ્યવસ્થા કરી દેવાઈ છે, સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં એનડીઆરએફની ટીમ ખડેપગે છે. રાજ્યની કેબિનેટના દરેક પ્રધાનને દરેક જિલ્લામાં પરિસ્થિતિ સાથે સંકલન સાધવાની કામગીરી સોંપી દેવાઈ છે. આમ હાલમાં કુલ આઠેય જિલ્લામાં આઠેય પ્રધાનો ટોચના સ્તરેથી પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરથી તેમની કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે.

બિપરજોયનું રૌદ્રસ્વરૂપ

ચક્રવાતી વાવાઝોડું બિપરજોયે ભારતના પશ્ચિમી કિનારે Bipperjoy-PM Modi તેનું રૌદ્ર રૂપ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. મુંબઈથી લઈને કેરળ સુધીના દરિયા કિનારા પર તીવ્ર ગતિએ પવન ફુંકાઈ રહ્યો છે. સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠી રહી છે. તોફાનની સ્થિતિને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક બેઠક બોલાવી છે, જેમાં તેઓ બિપરજોય વાવાઝોડાંનો સામનો કરવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરી છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તટીય જિલ્લાઓની તૈયારીઓની સમીક્ષા કરવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત કરી હતી.

બિપરજોય રવિવારે ગંભીર ચક્રવાતી વાવાઝોડાંમાં Bipperjoy-PM Modi બદલાઈ ગયું હતું. તે તીવ્ર ગતિએ દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચશે તેમ મનાય છે, પરંતુ અત્યારથી જ રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપે 15 જૂન સુધી તેની બધી જ સભાઓ રદ કરી દીધી છે. આજે મહેસાણામાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની સભા યોજાવાની હતી. કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા થવાના સંદર્ભમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં ચક્રવાતને પગલે કચ્છના અનેક વિસ્તારોમાં સાવધાની રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ચેતવણીની સ્થિતિમાં ફેરફાર કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધી છે. પહેલા અહીં યલો એલર્ટ જાહેર કરાઈ હતી. 15 જૂનને ગુરુવારની બપોર સુધીમાં Bipperjoy-PM Modi બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને કરાચી વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. ચક્રવાતની ચેતવણી વચ્ચે કચ્છમાં નીચલા દરિયા કિનારાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર,સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં એલર્ટ

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ઓખા બંદર પર ભયંકર ચેતવણીનું સિગ્નલ 10, ચક્રવાત માટે 1 થી 11 સિગ્નલનો શું છે અર્થ?

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ચક્રવાત ‘બિપરજોય’ પકડ્યો વેગ, ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી