VISIT/ ગુજરાતમાં ફરી આવશે PM મોદી, વિશ્વના સૌથી મોટા ઉર્જા પાર્કનો કરશે શિલાન્યાસ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દેવદવાળીના દિવસે કચ્છમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ઉર્જા પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવીમાં નવા ડિસેલીનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે.

Top Stories Gujarat Others
334171577 Modi departs Iran 6 ગુજરાતમાં ફરી આવશે PM મોદી, વિશ્વના સૌથી મોટા ઉર્જા પાર્કનો કરશે શિલાન્યાસ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દેવદવાળીના દિવસે કચ્છમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ઉર્જા પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવીમાં નવા ડિસેલીનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. 30 દિવસમાં વડા પ્રધાન બીજી વખત ગુજરાત આવી રહ્યા છે. આ અગાઉ 30-31 ઓક્ટોબરે વડા પ્રધાન ગુજરાતમાં આવીને સી પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન, પીએમ મોદી કચ્છમાં પણ રણોત્સવ જોવા માટે જઈ શકે છે.

આ પણ વાંચો : PM મોદીએ જીતની પાઠવી શુભેચ્છા, અમિત શાહે કહ્યું – ખોખલા વચનો…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રણોત્સવનું કરશે ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ કચ્છમાં રણોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ પછી, તેઓ અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહ તેમના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવશે.

આ પણ વાંચો : એક ગુજરાતી બાળકને ઈટાલીયન દંપતીએ લીધું દત્તક, સાબિત કર્યો માનવતાનો અભિગમ

અમદાવાદથી કેવડિયા પહોંચ્યા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું જેમાં જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટીંગ, બટરફ્લાય ગાર્ડન વિશ્વનાવ સામેલ છે.