Not Set/ મોદી કેબિનેટે પોક્સો એક્ટમાં કર્યો મોટો ફેરફાર, આરોપીને ફટકારાશે વધુ સખ્ત સજા

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ હવે આરોપીને સખ્ત સજા ફટકારવા માટે સરકાર દ્વારા પોક્સો એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. Union Law Minister, Ravi Shankar Prasad: Cabinet has approved death penalty in aggravated sexual offences under the Protection of Children from Sexual Offences (POCSO) […]

Top Stories India Trending
AFFAFF મોદી કેબિનેટે પોક્સો એક્ટમાં કર્યો મોટો ફેરફાર, આરોપીને ફટકારાશે વધુ સખ્ત સજા

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ હવે આરોપીને સખ્ત સજા ફટકારવા માટે સરકાર દ્વારા પોક્સો એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

શુક્રવારે મળેલી મોદી સરકારની કેબિનેટ બેઠકમાં સગીર વયની બાળકીઓ પર થતી રેપની ઘટનાઓના આરોપીને મોતની સજા ફટકારવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, “પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ આર્રોપીઓને મોતની સજા ફટકારવામાં આવશે અને આ નિર્ણય બાળકોને લૈંગિક હુમલાના ભોગ બનવાથી અટકાવવા માટે કરવામાં આવ્યાં છે”.

DbS69D8XkAEPHf7 મોદી કેબિનેટે પોક્સો એક્ટમાં કર્યો મોટો ફેરફાર, આરોપીને ફટકારાશે વધુ સખ્ત સજા

સરકારની મંજૂરી બાદ હવે IPC (ઇન્ડિયન પીનલ કોડ), CrPC (કોડ ઓફ ક્રિમિનલ એક્ટ), એવિડેન્સ એક્ટ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ આ પ્રકારના અપરાધોના આરોપીઓને મોત સજા ફટકારવા માટે પ્રાવધાન કરવામાં આવશે.

POCSO એક્ટ હેઠળ અલગ – અલગ આરોપો હેઠળ ફટકારવામાં આવતી સજા

વર્તમાન સમયમાં ૧૨ વર્ષથી નાની માસૂમ બાળકી સાથેની રેપની ઘટનાઓમાં આરોપીઓને આજીવન કેદ અથવા ૭ વર્ષની સજા ફટકારવામાં આવે છે.

POCSO Act, amendments in POCSO Act, ravi shankar prasad, POCSO Act amendments, death penalty for child rapists, child rapes, ravi shankar prasad

જો કે હવે મોદી સરકાર દ્વારા આ એક્ટમાં સંશોધન કરવાની મંજુરી આપ્યા બાદ હવે મોતની સજા ફટકારવામાં આવી શકે છે.

૧૬ વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે થતા રેપના કેસમાં ફટકારવામાં આવતી ૧૦ વર્ષથી સજાને વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે તેમના આરોપીને આજીવન કેદ પણ થઇ શકે છે.

મહિલાઓ સાથે થતા રેપના કેસમાં ઓછામાં ઓછી સજા ૭ વર્ષથી વધારી ૧૦ સાલ કરી દેવામાં આવી છે. આ કેસમાં પણ આરોપીને ઉમ્ર કેદની સજા ફટકારવામાં આવી શકે છે.