Not Set/ મહારાષ્ટ્ર ચૂંટણી : ભાજપ નેતા એકનાથ ખડસેની બગાવત, ટિકિટ કપાઇ તો અપક્ષમાંથી ભર્યું ફોર્મ

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 125 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. યાદીમાંંથી મહારાષ્ટ્ર ભાજપનાં જૂના જોગી કહેવાતા અને એક સમયે જેમનો મહારાષ્ટ્ર ભાજપમાં દબદબો હતો તેવા એકનાથ ખડસે કદ પ્રમાણે વેતરાતા, તેમની ટિકિટ કાંપી નાખવામાં આવી છે. એકનાથ ખડસેને ભાજપે ટિકિટ ન આપતા ખડસે બગાવત પર ઉતરી આવ્યા છે અને ખડસે […]

Top Stories India
eknath khadse મહારાષ્ટ્ર ચૂંટણી : ભાજપ નેતા એકનાથ ખડસેની બગાવત, ટિકિટ કપાઇ તો અપક્ષમાંથી ભર્યું ફોર્મ

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 125 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. યાદીમાંંથી મહારાષ્ટ્ર ભાજપનાં જૂના જોગી કહેવાતા અને એક સમયે જેમનો મહારાષ્ટ્ર ભાજપમાં દબદબો હતો તેવા એકનાથ ખડસે કદ પ્રમાણે વેતરાતા, તેમની ટિકિટ કાંપી નાખવામાં આવી છે.

એકનાથ ખડસેને ભાજપે ટિકિટ ન આપતા ખડસે બગાવત પર ઉતરી આવ્યા છે અને ખડસે દ્વારા અપક્ષ તરીકે આજને આજ નામાંકન પણ ફાઇલ કરી દેવામાં આવ્યું છે. આ મામલે એકનાથ ખડસે દ્વારા ખુબ તિખી પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે.

એકનાથ ખડસે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપ, જો પક્ષ પ્રત્યે વફાદાર રહેવું એ ગુનો છે, તો હા હું ગુનેગાર છું. પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડે જીના સમયથી, પાછલા 25 વર્ષોમાં, હું ભાજપ મહારાષ્ટ્રમાં નિર્ણય લેતી સંસ્થાનનો ભાગ હતો. મેં અન્યની ટિકિટ આપવી કે કેમ તે નક્કી કર્યું છે.

એકનાથ ખડસે વધું માં જણાવ્યું હતું કે  મેં આજે મારું નામાંકન ભર્યું છે. મારું નામ પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી સૂચિમાં નથી, પરંતુ મને ટિકિટ મળે તેવી શક્યતા નકારી શકાય નહીં. મને ખબર નથી કે આ બેઠક શિવસેના પાસે છે કે ભાજપ પાસે છે, મને એટલી ખબર છે કે હું છેલ્લા 42 વર્ષથી ભાજપનો વફાદાર રહ્યો છું

આમ ટિકિટ કપાતા ભાજપનો અસંતોષ ઉકળીને સપાટી પર આવી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. અને ખડસે જેવા જૂના જોગીનાં આ પ્રકારનાં પગલાથી ભાજપનો ચરૂ વધારે ઉકળીને ગરમ થાય તેવા એંધાણ પણ જોવામાં આવી રહ્યા છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 મહારાષ્ટ્ર ચૂંટણી : ભાજપ નેતા એકનાથ ખડસેની બગાવત, ટિકિટ કપાઇ તો અપક્ષમાંથી ભર્યું ફોર્મ