કર્ણાટકના ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા જી. દેવરાજે ગૌડાને યૌન ઉત્પીડનના કેસમાં પોલીસે કસ્ટડીમાં લીધા છે. જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કરતા પહેલા ગૌડાએ બીજેપી નેતૃત્વને પત્ર લખીને પ્રજ્વલ રેવન્ના દ્વારા ઘણી મહિલાઓના કથિત જાતીય શોષણ અંગે ચેતવણી આપી હતી. પોલીસે જણાવ્યું કે બીજેપી નેતા અને વ્યવસાયે વકીલ દેવરાજ ગૌડાને શુક્રવારે બેંગલુરુથી ચિત્રદુર્ગ તરફ જતા સમયે હિરીયુર પોલીસે ધરપકડ કરી હતી.
દેવરાજે ગૌડાની કરાઈ ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, દેવરાજે ગૌડાને હિરીયુર પોલીસે ચિત્રદુર્ગ જિલ્લાના ગુલિહાલ ટોલ નાકા પર પેન ડ્રાઈવ દ્વારા વીડિયો લીક કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, હસન પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ગૌડાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, વ્યવસાયે વકીલ ગૌડા સામે 1 એપ્રિલે એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ પ્રજ્વલ રેવન્ના કેસનો પર્દાફાશ કરવામાં તેમની ભૂમિકા બાદ તાજેતરમાં જ આ વાત પ્રકાશમાં આવી છે.
પોલીસે જણાવ્યું કે હસન જિલ્લાની 36 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે દેવરાજે ગૌડા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મહિલાનો આરોપ છે કે દેવરાજે ગૌડાએ તેની મિલકત વેચવામાં મદદ કરવાના બહાને તેની છેડતી કરી હતી. ભાજપના નેતાઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ નહોતા.
ફરાર પ્રજ્વલ રેવન્ના
બીજી તરફ, જેડીએસ સાંસદ અને હાસન સીટ પરથી એનડીએના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સામે બળાત્કારનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે અનેક મહિલાઓના કથિત યૌન શોષણ સાથે જોડાયેલા કેસોની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. તે હાલમાં ફરાર છે અને વિદેશમાં છુપાયેલો હોવાનું મનાય છે. પ્રજ્વલ વિરુદ્ધ ઈન્ટરપોલની બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે અને તેના ઠેકાણા વિશે માહિતી માંગવામાં આવી છે.
પ્રજ્વલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(N), 376(2)(K), 354(A), 354(B), 354(C) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસો વારંવાર બળાત્કાર, દૃશ્યાવલિ, ફિલ્માંકન, સેક્સની માગણી, કપડાં ખેંચવા, છેડતી અને ધમકીઓ સાથે સંબંધિત છે. SIT સૂત્રો દ્વારા પીડિતાની વિગતો શેર કરવામાં આવી નથી.
પ્રજ્વલ ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડીએ સુપ્રીમો એચડી દેવગૌડાનો પૌત્ર છે અને 26 એપ્રિલની લોકસભા ચૂંટણીમાં હાસનમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ઉમેદવાર તરીકે ઊભો હતો. તેમની પાર્ટીએ 2023માં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.
આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન
આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…
