Not Set/ જમીન મામલે એક જ કુટુંબમાં ખેલાયું લોહીયાળ ધીંગાણું, મહિલા સહિત પાંચને ઇજા

અમદાવાદ: મહેસાણા જિલ્લાના બોરીસ ગામે જમીનના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે એક જ કુંટુંબના બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું. આ ધીંગાણામાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ધીંગાણામાં ઈજા પામેલાઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના અને મળતી પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસ ગામે જમીનનો વિવાદ […]

Top Stories Gujarat Others Trending
Bloody clash in the same family for land, Five injured including women

અમદાવાદ: મહેસાણા જિલ્લાના બોરીસ ગામે જમીનના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે એક જ કુંટુંબના બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું. આ ધીંગાણામાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ધીંગાણામાં ઈજા પામેલાઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આ ઘટના અને મળતી પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસ ગામે જમીનનો વિવાદ થતા એક જ કુટુંબના બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્ર બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ પકડી લીધું હતું કે મામલો મારામારી સુધી પહોંચી જતાં ધીંગાણું મચી ગયું હતું.

આ જમીનના મામલે એક જ કુટુંબના બંને જૂથો લાકડી ધોકા જેવા હથિયારો સાથે સામ સામે આવીને એક બીજા પર પ્રહારો કરવામાં લાગ્યા હતા. જેના લીધે બોલાચાલીએ ધીંગાણાનું સ્વરૂપ લઇ લીધું હતું. આ ધીંગાણામાં પરિવારની મહિલાઓ સહિત પાંચ કરતા વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ધીંગાણામાં ઈજા પામેલાઓને સારવાર માટે કડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ધીંગાણાની સમગ્ર ઘટના અંગે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એટલું જ નહી તમામ ઈજાગ્રસ્તોને કડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે, એક કુટુંબમાં ઘણાં વર્ષોથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. આ જમીન વિવાદ અંગે થઈ રહેલી બોલાચાલીએ લોહિયાળ ધીંગાણાનું સ્વરૂપ લઇ લીધું હતું.

આ ધીંગાણાની ઘટના અંગે હાલમાં બંને પક્ષો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.