Supreme Court/ AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની CBI અને EDને નોટિસ

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (16 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.

Top Stories India Breaking News

Delhi News: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (16 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI અને EDને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા ગઠિત કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ દ્વારા મોકલવામાં આવી છે,  મંગળવારે જ આ કેસની સુનાવણી માટે કરવામાં આવી છે.

નવી બેંચે ED અને CBIને દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન અરજી પર પોતપોતાના જવાબો દાખલ કરવા કહ્યું છે. સિસોદિયા લગભગ 16 મહિનાથી તિહાર જેલમાં બંધ છે, જેના કારણે તેમને દિલ્હીના ડેપ્યુટી સીએમ પદ છોડવું પડ્યું હતું. હવે આ મામલામાં આગામી સુનાવણી 29 જુલાઈએ થશે.બંને તપાસ એજન્સીઓ દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાએ જામીન માંગ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 29 જુલાઈના રોજ થશે.

EDએ સિસોદિયા વિરૂદ્ધ લિકર પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધ્યો છે, જ્યારે CBIએ ભ્રષ્ટાચારના કેસમાં AAP નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. દિલ્હી લિકર પોલિસી હવે રદ કરવામાં આવી છે, પરંતુ તેમાં કહેવાતા કૌભાંડના આરોપમાં AAPના ઘણા નેતાઓ જેલમાં ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ દારૂ નીતિ કેસમાં જેલમાં છે. આ કેસમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ જેલ જઈ ચૂક્યા છે.

જણાવી દઈએ કે તિહાર જેલમાં બંધ  આપ નેતા મનીષ સિસોદિયાએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન માંગ્યા હતા.  તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગત ગુરુવાર (11 જુલાઈ)ના રોજ સુનાવણી થવાની હતી. પરંતુ સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટના જજ સંજય કુમારે આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. જેના કારણે તે દિવસે  (11 જુલાઈ) મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે નવી બેંચ સમક્ષ આ કેસ મૂકયો હતો. આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા ગઠિત કરવામાં આવેલ નવી બેંચે ED અને CBIને નોટિસ પાઠવતા 29 જુલાઈના રોજ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈટાવામાં પત્નીનું ગળું દબાવી કરી હત્યા, અનૈતિક સંબંધની શંકા અને જાણો પછી શું કર્યુ

આ પણ વાંચો:બિહારમાં VIP પાર્ટીના વડા અને પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની હત્યા

આ પણ વાંચો:ડોડામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારી