Bharuch/ દહેજની હિમાની ઓર્ગેનિકમાં ધડાકા સાથે લાગી આગ, એકનું મોત

ગુજરાત રાજ્ય કેમિકલના ક્ષેત્રમાં ખુબ આગળ વધી રહ્યું છે અને દેશમાં અલગ અલગ કેમિકલના ઉત્પાદનમાં મોટો ફાળો ધરાવે છે, પરંતુ બીજી તરફ રાજ્યમાં આવેલી કેમીકલની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્ય કેમિકલના ક્ષેત્રમાં ખુબ આગળ વધી રહ્યું છે અને દેશમાં અલગ અલગ કેમિકલના ઉત્પાદનમાં મોટો ફાળો ધરાવે છે, પરંતુ બીજી તરફ રાજ્યમાં આવેલી કેમીકલની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે અને એમાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

આ જ રીતે હવે ભરૂચ જીલ્લામાં આવેલા ઔદ્યોગિક હબ એવા દહેજ ખાતે હિમાની ઓર્ગેનિક કંપનીમાં ધડાકા સાથે આગ લાગી છે. કંપનીમાં લાગેલી આગના પગલે લોકોમાં ભાગદોડ મચી ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈને આગ પર કાબૂ મેળવ્યો છે.

આ પણ વાંચો : માગ સ્વીકાર્યા બાદ જ સ્વીકારાશે મૃતદેહ, કરી આવી માગ

કંપનીના ઇ.ટી.પી. પ્લાન્ટમાં આગ લાગી હતી, જ્યાં કાટમાળની તપાસ કરતાં એક કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીના પગલે આ આગ કાબૂમાં આવી ગઈ છે. પરંતુ બીજી તરફ આ ઘટનામાં એક કામદારે પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સવાલો ઉભા થાય છે કે, આ ઘટના બાદ શું રાજ્ય સરકાર કંપની સામે એક્શન લેશે કે પછી પહેલાની જેમ જ મૃતક સહાય જાહેર કરીને સંતોષ માનશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો :ધોરણ 12માં અભ્યાસ કરતી વધુ એક વિદ્યાર્થિનીએ ટુંકાવ્યું જીવન