Lifestyle: કાર જ્યારે પણ ઘણા દિવસો સુધી બંધ પડી રહે છે ત્યારે એમાંથી બંધિયાર અવસ્થામાં રહેવાના કારણે ગંદી વાસ આવવા લાગે છે…સફરજનનો સરળ ઉપાય કારની વાસ (Car Smell)ને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે.
કારની આ વિચિત્ર સ્મેલથી છૂટકારો મેળવવા માટે લોકો સામાન્ય રીતે, મોંઘા એર ફ્રેશનર કે કેમિકલયુક્ત સ્પ્રે (Air freshener) વાપરવાનું પસંદ કરે છે. આ માર્કેટમાં મળતા પ્રોડક્ટ્સ ઉપરાંત, કેટલીક ઘરગથ્થુ ટ્રિકસ (Household Tricks) પણ છે જેની મદદથી તમે કારની વાસથી છૂટકારો મેળવી શકો છો. આ પૈકીનો એક ઉપાય છે સફરજન (Apple)…જે કારની વાસને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે.

કારની અંદર વાસ આવવાના કારણો (Causes of Odor inside the Car)
જ્યારે પણ કાર ઘણા દિવસો સુધી બંધ પડી રહે છે ત્યારે એમાંથી બંધિયાર અવસ્થામાં રહેવાના કારણે ગંદી વાસ આવવા લાગે છે…કેટલીયે વાર આ વાસ અસહ્ય બની જાય છે. આ સંજોગોમાં સફર (Tour) કરવા દરમિયાન, એક તીવ્ર અને અજીબ દુર્ગંધ સતત આવ્યા કરતી હોય છે અને આના કારણે ઘણા લોકોને ઊલટી (Vomit) આવવાની સમસ્યા પણ સર્જાતી જોવા મળે છે. માથું ભારે-ભારે થઈ જાય છે અને આવામાં કારમાં બેસવું એક ખરાબ અનુભવ સમાન ફીલ થાય છે!
કારમાંથી વાસ આવવાના અનેક કારણો હોઇ શકે છે. કારમાં પ્રવાસ દરમિયાન આપણે નાસ્તો અથવા ભોજન પણ ખાતા હોઇએ છીએ અને એના કણો (Food Particles) ગાડીમાં વેરાતા પણ હોય છે અને આ સાફ ન થવાથી પણ બદબૂ ફેલાઇ શકે છે. આ ઉપરાંત, કાર ઘણા દિવસો સુધી પડી રહેવાના કારણે પણ એક અજીબ સ્મેલ અંદર વ્યાપી જાય છે. વળી, CNG ગેસની વાસ (CNG Gas Smell) અને એસી ફિલ્ટરની ગંદકી અથવા તો વરસાદ કે ભેજ (Humidity)ના કારણે કારની અંદર એક વિચિત્ર ગંધ આવ્યા કરે છે!
સફરજનમાં ગંધ શોષવાની એક કુદરતી ક્ષમતા હોય છે. એનો ઉપયોગ કારની અંદરની વાસને ઓછી અથવા તો દૂર કરવામાં સહાયતા મળી શકે છે. આ ઉપરાંત આ નુસખો અંદરના વાતાવરણને તાજગીયુક્ત બનાવે છે. તો હવે જાણીએ કે, આ ટ્રિક ને શી રીતે અજમાવવી જોઇએ?

કારની વાસને દૂર કરવા માટેની સફરજનની ટ્રિક (Car Smell Removal Trick)
1. સૌપ્રથમ એક તાજું અને સ્વચ્છ સફરજન લો અને એના સમાન બે ભાગમાં સમારી લો.
2. સફરજનનો એક ટુકડો કારના ડેશબોર્ડ પાસે મૂકી રાખો અને બીજો પાછળ સીટની નીચે અથવા તો કોઈ અન્ય ઉચીત સ્થાને મૂકી રાખો.
3. સફરજનના ટુકડાને કારમાં 3 થી 4 કલાક સુધી રહેવા દેવો. એ દુર્ગંધ શોષવાનું કામ કરે છે અને આટલા સમયમાં તો એ આસાનીથી ધીરે-ધીરે વાસને શોષી લેશે.
4. ત્યારબાદ, આ સફરજનના ટુકડાઓને કારમાંથી હટાવી દો અને પછી થોડી વાર વિન્ડો ઓપન રાખો.
આમ કરવાથી મહદ્ંશે કારમાંથી વાસ દૂર થઇ જશે. પરંતુ જો AC ફિલ્ટરમાંથી વાસ (AC Filter Smell) આવતી હોય તો એ માટે તમારે વધારે મહેનત કરવી પડશે. સમય જતાં ગાડીના એસી ફિલ્ટરમાં ગંદકી જમા થવાને કારણે વાસ આવવા લાગે છે. આ માટે તમારે એને અવારનવાર સાફ કરવાનું રહેશે. એને ક્લીનિંગ ફોમ અથવા તો ક્લીનરથી સ્વચ્છ કરાવી શકો છો.

કારની હવાની તાજગી માટે આટલી સાવચેતી રાખવી
આ ઉપરાંત, કારની સીટ, ફ્લોર મેટ્સ અને ડિક્કીને પણ સમયાંતરે વેક્યુમ ક્લીનર (Vacuum Cleaner) વડે સાફ કરતા રહેવું જોઇએ. એનાથી અંદર છુપાયેલી ગંદકી અને ધૂળ નીકળી જવાથી વાસ આવતી બંધ થઇ જશે.
કારની કાર્પેટને અઠવાડિયામાં ઓછામાં આછી 2 વાર તમારી સાફ કરવી જોઇએ અને સાથે જ સીટ્સને પણ વેક્યૂમ ક્લીનરથી સાફ કરવી. તેનાથી જામેલી માટી નીકળી જાય છે. કારમાં બેસતા પહેલાં તમારા પગરખા, શૂઝ કે ચંપલને સાફ કરીને બેસવાની ટેવ રાખો. આમ કરવાથી કોઈ જાતના ફંગલ કે અન્ય ઇન્ફેક્શનની સાથોસાથે ગંદી વાસ પણ નહીં ફેલાય અને તમારી કાર સ્વચ્છ રહેશે. આનો બીજો ફાયદો એ છે કે, તમારી કારમાં કોઈ સ્વજન કે મિત્રની સામે સમારે કારની સ્મેલને લઈને ક્ષોભ પણ નહીં અનુભવવો પડે!
પરંતુ જો આ ઉપાયોથી પણ તમારી કારમાં આવતી વાસ દૂર ન થાય તો બહેતર છે કે તમારે કાર ક્લીનિંગ સેન્ટરમાં એક વાર સર્વિસ માટે આપી દેવી અને ત્યાર બાદ, આ નાના-નાના નુસખા સમયાંતરે અજમાવતા રહેવાથી તમારી કારમાં ક્યારેય ગંધ નહિં મારે!
આ પણ વાંચો: વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…
આ પણ વાંચો: હેલમેટ ને અંદર-બહાર…બંને સાઇડથી સાફ કરો…ગંદકી, વાસ અને ફૂગને દૂર કરવાની સરળ 2 ક્લીનિંગ ટિપ્સ..!
આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…
