Lifestyle/ હેલમેટ ને અંદર-બહાર…બંને સાઇડથી સાફ કરો…ગંદકી, વાસ અને ફૂગને દૂર કરવાની સરળ 2 ક્લીનિંગ ટિપ્સ..!

હેલમેટ (Helmet)નો શિરતાજ આપણી સુરક્ષા માટે એક કવચનું કાર્ય કરે છે. દરરોજના વપરાશ બાદ, હેલમેટ અત્યંત ગંદી થઇ જાય છે અહિં 2 સરળ ક્લીનિંગ ટિપ્સ દર્શાવેલી છે જેને…

Trending Tips & Tricks Health & Fitness Lifestyle
Helmet

Lifestyle: હેલમેટ પહેરવી એ આજના સમયમાં સુરક્ષા માટે શિરતાજ ધારણ કરવા જેવું છે. દ્વિચક્રી વાહનો લઇને નીકળતા લોકોએ દરરોજ હેલમેટ (Helmet) પહેરીને કાર્યસ્થળે કે બહાર અન્ય કામે જવું અનિવાર્ય છે. દરરોજના વપરાશ બાદ, હેલમેટ અત્યંત ગંદી થઇ જાય છે અને એને પાણીથી ધોવી શક્ય નથી હોતી. તો શું કરશો? અહિં દર્શાવેલી 2 સરળ ક્લીનિંગ ટિપ્સ થી ગંદામાં ગંદી હેલમેટને પણ તમે નવા જેવી ચમકાવી શકશો!

2, ક્લીનિંગ ટિપ્સ,હેલમેટ

ટ્રાફિક પોલીસથી ડરીને નહિં પણ સુરક્ષા માટે જરુરી

દ્વિચક્રી વાહનો (Two Wheelers) પર બહાર જતા લોકોએ હેલમેટ પહેરવી અત્યંત જરુરી છે. હેલમેટનો શિરતાજ એમની સુરક્ષા માટે એક કવચનું કાર્ય કરે છે. ટ્રાફિક પોલીસ (Traffic Police) પણ હેલમેટ ન પહેરતા લોકો પાસેથી દંડ (Fine) વસૂલે છે! હેલમેટ પહેરવી એ આવા ટ્રાફિક ચલણથી ડરીને નહિં, પરંતુ સ્વયંની સુરક્ષા (Security) માટે જરુરી છે! પ્રત્યેક જાગૃત નાગરિક આ વાતનું ધ્યાન રાખે જ છે. હેલમેટનો ઉપયોગ નોકરી-ધંધા ના સ્થળે જતી વખતે લગભગ દરરોજ કરવામાં આવતો હોય છે અને ધૂળ, માટી, પરસેવો અને ગંદકીના કારણે આ હેલમેટ ઘણી ગંદી (Dirty Helmet) થઇ જતી જોવા મળે છે અને એ પહેરવાનું ગમતુ નથી!

આટલું ઓછું હોય એમ એમાંથી ઘણી વાર ગંદી વાસ (odor) પણ આવવા લાગે છે અને અંદરની સપાટીએ ફૂગ (Fungus, mold) પણ જામેલી દેખાય છે! વાળમાં લગાવેલા તેલની ચિકાશ પણ જામતી જોવા મળે છે. આ સંજોગોમાં, એમાં બેક્ટેરિયાનો ગ્રોથ (Bacterial Growth) પણ થાય છે. એનાથી તમારા માથાની ત્વચાને નુકસાન (Skin Damage) પહોંચી શકે છે. કેટલાક લોકો એને સ્વચ્છ કરવા તો માગે છે પણ સાથોસાથ એવો જર પણ લાગે છે કે, પાણીના કારણે એની અંદરની તરફ લાગેલું પૅડ ખરાબ ન થાય! કેટલીક હેલમેટમાં દૂર કરી શકાય એવા અર્થાત્ રિમૂવેબલ પૅડ (Removabel Pad) હોય છે જ્યારે કેટલીકની અંદર ફિક્સ પૅડ હોય છે. આ સંજોગોમાં ગંદી હેલમેટ   (Helmet)ને શી રીતે સ્વચ્છ કરવી?

આ એવી કારગર ટિપ્સ છે જે હેલમેટની સફાઇને સરળ બનાવી દેશે. વાસ્તવમાં જે કામ યોજનાબદ્ધ રીતે થાય એ કામમાં મજા પણ આવે છે અને સહેલું પણ લાગે છે. તમારે ફક્ત અમુક વાતને ધ્યાનમાં લેવાની રહેશે.

અહિં એની કેટલીક સરળ સફાઇ માટેની ટિપ્સ  (Cleaning Tips) દર્શાવેલી છે એ વિશે જાણીશું…

હેલમેટ (Helmet)ને સાફ કરવાની 2 ક્લીનિંગ ટિપ્સ

2, ક્લીનિંગ ટિપ્સ,હેલમેટ

પ્રથમ પદ્ધતિ

1. હેલમેટ (Helmet)ને સાફ કરવા માટે તમને જરુર પડશે બેબી શેમ્પૂ , ડિટર્જન્ટ પાવડર (Baby Shampoo, Degergent Powder) તથા વોશિંગ સોડાની આવશ્યકતા રહેશે. ઘરમાં આ તમામ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોય છે.

2. આ ત્રણેય વસ્તુઓને થોડા પાણીમાં મિક્સ કરી દો. એને હલાવીને મિશ્રણ બનાવી લો.

3. હવે એક સૉફ્ટ કપડું આ મિશ્રણમાં બોળીને હેલમેટને સારી રીતે ઘસીને સ્વચ્છ કરી લો.

4. ત્યાર બાદ, પાણી વડે લૂછી લેવું. પાણીથી લૂછ્યા બાદ એને તડકામાં સુકાવા માટે મૂકી દો.

5. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જો હેલમેટની અંદરનું પૅડ રિમૂવેબલ હોય તો એને કાઢીને, એક ડોલમાં શેમ્પૂ, સોડા અને નવશેકા પાણીમાં બોળી રાખીને તમે સ્વચ્છ પાણી વડે ધોઇ શકો છો. એને પણ તડકામાં સૂકવીને પછી જ હેલમેટમાં ફીટ કરવું.

2, ક્લીનિંગ ટિપ્સ,હેલમેટ

બીજી પદ્ધતિ

હેલમેટ સફાઇ માટે એક બીજી રીત પણ તમે અપનાવી શકો છો.

1. આ માટે તમને અડધો કપ સફેદ સિરકો (White Vinegar), અડધો કપ પાણી અને સ્પ્રે બોટલની જરુર પડશે.

2. સફેદ સિરકા અર્થાત્ વિનેગર અને પાણીને એક સ્પ્રે બોટલમાં સમાન માત્રામાં મિક્સ કરો.

3. એનો છંટકાવ હેલમેટ પર કરો. થોડી વાર રહેવા દો. ત્યાર બાદ, સૂકા કપડાથી સારી રીતે લૂછી લો.

4. હવે તડકામાં હેલમેટને સારી રીતે સૂકવી લો.

5. હવે શાઇનિંગ એજન્ટથી એને તમે ચમકાવી શકો છો જેથી હેલમેટ નવા જેવી લાગે.

નોંધ: હેલમેટને સ્વચ્છ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે એને ખોલતી વખતે અત્યંત સાવધાની રાખવી જેથી એના વાઇઝર અને અન્ય વસ્તુઓ ડેમેજ ન થાય!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…

આ પણ વાંચો: શિયાળામાં નાના બાળકોને શી રીતે નવડાવવા?…ઠંડીથી ભૂલકાંને બચાવો…જાણો સ્વાસ્થ્ય સુરક્ષા ટિપ્સ વિશે..!

આ પણ વાંચો: શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…