National News/ દિલ્હી-NCRથી બિહાર-બંગાળ સુધી વરસાદનો કહેર, UP અને હિમાચલમાં રેડ એલર્ટ; 22 રાજ્યો માટે IMDની ચેતવણી

Heavy Rain Alert: દેશભરમાં વરસાદનો કહેર! IMDએ 22 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. દિલ્હી-NCRથી લઈને બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ અને હિમાચલ સુધી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે

Trending NATIONAL
Heavy Rain Alert: 22 રાજ્યોમાં ભારે વરસાદ

National News: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદી (Heavy Rain Alert) માહોલ જામ્યો છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત સુધી સતત વરસી રહેલા વરસાદે સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. અનેક વિસ્તારોમાં જળબંબાકાર, ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત કુલ 22 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

દિલ્હી-NCRમાં દિવસભર વરસાદની સંભાવના

Heavy Rain Alert: 22 રાજ્યોમાં ભારે વરસાદ
Heavy Rain Alert: 22 રાજ્યોમાં ભારે વરસાદ

રાજધાની દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ (Heavy Rain Alert India)  યથાવત છે. IMDના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને સવારથી સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં, ગાજવીજ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ

ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં (UP Rain Alert) વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. IMDએ પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં 21 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.તે ઉપરાંત 22થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ 20થી 22 જુલાઈ દરમિયાન ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધ

હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધ
હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધ

હિમાચલ પ્રદેશમાં સતત વરસતા વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને સિરમૌર જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર (Flood Alert India) કરવામાં આવ્યું છે.સાવચેતીના ભાગરૂપે કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોને 20 અને 21 જુલાઈ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કિન્નૌર જિલ્લાના સાંગલા-ચિટકુલ માર્ગ પર અચાનક આવેલા પૂરના કારણે માર્ગને ભારે નુકસાન થયું છે. પરિણામે તિબેટ સરહદને જોડતો મહત્વનો માર્ગ હાલ અવરોધિત બન્યો છે.

બિહારમાં પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે બિહારના કેટલાક (Bihar Rain) જિલ્લાઓમાં 21 જુલાઈએ ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 23થી 26 જુલાઈ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી હોય ત્યાં સલામત સ્થળે ખસવાની સલાહ આપી છે.

બંગાળ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં પણ વરસાદનું જોર

પશ્ચિમ બંગાળ તેમજ ઉત્તરપૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધ્યું છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

લોકોને શું સાવચેતી રાખવાની સલાહ?

1.ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો.
2.નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવું.
3.હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી.
4.ભૂસ્ખલનની શક્યતા ધરાવતા પર્વતીય વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી.
5.વીજળી પડવાની શક્યતા દરમિયાન ખુલ્લા મેદાનમાં ઉભા રહેવાનું ટાળવું


આ પણ વાંચો: હવામાન વિભાગની આગામી 6 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આ પણ વાંચો: ભારતમાં ડેન્ગૂ સામે સફળતા: પ્રથમ ડેન્ગૂ વેક્સીન QDENGAને મંજૂરી, ચારે પ્રકારના વાયરસ સામે આપશે સુરક્ષા

આ પણ વાંચો:  ‘એજ્યુકેશન પોલિસીમાં ગડબડ, સરકાર ચર્ચાથી ભાગી રહી છે’: પ્રિયંકા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર