Lifestyle/ શિવ ભક્તિના પ્રતીક સમાન શિવ ટેટૂ મહાશિવરાત્રિ પર બનાવડાવો…આ રહી સુંદર ડિઝાઇનો…

Shiva Tattoo (શિવ ટેટૂ) બનાવડાવવાનો ટ્રેન્ડ આજકાલ યુવાપેઢીમાં જોરશોરમાં છે અને એમાંયે ફેશન સાથે ધર્મનો સંગમ થાય તો ‘સોને પર સુહાગા’ જેવું લાગે છે!

Trending Fashion & Beauty Lifestyle
Shiva Tattoo, શિવ ટેટૂ, ફેશન, મહાશિવરાત્રિ 2026

Lifestyle: આજના આધુનિક યુગમાં પણ લોકોને, ખાસ કરીને યુવાપેઢી ભગવાન શિવ (Lord Shiva) પ્રત્યે અનેરી આસ્થા ધરાવે છે. શિવ ટેટૂ (Shiva Tattoo) બનાવડાવવાનો ટ્રેન્ડ આજકાલ જોરશોરમાં છે અને એ ફેશનના દાયરામાં આવે છે. પણ ફેશન સાથે ધર્મ (Fashion & Dharm)નો સંગમ થાય તો ‘સોને પર સુહાગા’ જેવું લાગશે!

શિવભક્ત યુવાનો પોતાના શરીર પર ભોળાનાથનું નામ અથવા તો ત્રિશૂળના ટેટૂ બનાવડાવે છે. કોઇ ‘ઓમ્’ લખાવે છે કે કોઇ ‘હર હર મહાદેવ’ લખાવવાનું પસંદ કરે છે! શરીરના કોઈ પણ ભાગ પર શિવજી અથવા એમના પ્રતીકોનું છૂંદણું (Shiv Tattoo)ત્રોફાવીને પોતાની ભક્તિને પ્રદર્શિત કરે છે. જો તમે પણ આવું કોઇ ટેટૂ બનાવડાવવાનું વિચારતા હો તો મહાશિવરાત્રિ (Mahashivratri 2026)ના દિવસે એને બનાવડાવી શકો છો જેનાથી આ પર્વ તમારા માટે વિશેષ યાદગાર બની રહેશે.

Shiva Tattoo, શિવ ટેટૂ, ફેશન, મહાશિવરાત્રિ 2026

શિવ ટેટૂ (Shiva Tattoo)ની આ ડિઝાઇનો કરી શકાય

તમે અનેક પ્રકારની ટેટૂની ડિઝાઇનો (Tattoo Designs) કરાવી શકો છો જેમાં, ત્રિશૂળ, ઓમ્, મહાદેવ, રુદ્રાક્ષ અથવા ડમરુ હોય! આ સાધારણ ડિઝાઇનો પણ ફેશન, સ્ટાઇલ અને ભક્તિનો સંગમ દર્શાવે છે. આ સિવાય તમે ‘ॐ નમ શિવાય’ પણ લખાવડાવી શકો છો. આ મિનિમલિસ્ટ ટેટૂ (Minimalist Tattoo) તમને અધ્યાત્મનો હર પળ અહેસાસ કરાવશે.

Shiva Tattoo, શિવ ટેટૂ, ફેશન, મહાશિવરાત્રિ 2026

ॐ અને મહાદેવની મિશ્રિત ડિઝાઇન

ઉપરના ભાગે ॐ અને નીચે મહાદેવ લખેલું હોય અને રુદ્રાક્ષ તથા ડમરુ પણ હોય એવું સુંદર પ્રભાવશાળી ટેટૂ તમે ત્રોફાવી શકો છો.

મહાદેવ લખાવો

તમે સ્ટાઇલમાં કેવળ મહાદેવ એવું લખાવી ટેટૂને ત્રોફાવી શકો છો. એની ઉપર નાનો શિવ સિમ્બોલ, ॐ અથવા ત્રિશૂળ જેવું કશુંક બનાવડાવી શકો છે. મોર્ડન અને મિનિમલ એવી આ ડિઝાઇન તમારી આસ્થાને સ્ટાઇલિશ રીતે પ્રદર્શિત કરશે.

Shiva Tattoo, શિવ ટેટૂ, ફેશન, મહાશિવરાત્રિ 2026

ॐ સાથે સ્વસ્તિક

તમે ઉપરના ભાગે ॐ અને નીચેના ભાગે સાથિયા અર્થાત્ સ્વસ્તિક (Swastik)ની ડિઝાઇન બનાવી શકો છો. આ શુભત્વ, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે.

Shiva Tattoo, શિવ ટેટૂ, ફેશન, મહાશિવરાત્રિ 2026

સરળ ॐ ડિઝાઇન

જો તમારે કોઇ મોટું ટેટૂ બનાવડાવવા માગતા ન હો અને મિનિમલ ડિઝાઇનની શોધમાં છો તો તમે ફક્ત ॐ લખાવીને સિમ્પલ ડિઝાઇન કરાવી શકો છો. આ શાંતિ, ધ્યાન અને આધ્યાત્મિકતા (Spirituality)નું પ્રતીક મનાય છે.

Shiva Tattoo, શિવ ટેટૂ, ફેશન, મહાશિવરાત્રિ 2026

મોરપંખ અને ॐ તથા ડમરુ

આ પ્રકારની ડિઝાઇનમાં સુંદર મોરપંખ (Morpankh), ॐ તથા નીચે ડમરુનું એક કૉમ્બિનેશન કરાવી શકો છો. આ એક કલરફૂલ અને ડેકોરેટિવ ટેટૂ બનશે જે અધ્યાત્મ અને સૌંદર્ય બંનેનો મેળ છે.


આ પણ વાંચો: લહેંગા કે શેરવાની સ્કિન ટોન પ્રમાણે પસંદ કરો આ રીતે

આ પણ વાંચો: સાધારણ કપડામાં પણ પહેરો એવી જ્વેલરી, રહેશે બધાની નજર તમારા પર

આ પણ વાંચો: ભારતીય મહિલાઓ પર આ 6 રંગની સાડી વધુ શોભે છે….તમારા વોર્ડરોબમાં છે?