Not Set/ દાસ્તાં એક ન્યૂડ મોડેલની: પરિવારનું પેટ પાળવા માટે ઉતાર્યા કપડાં

પ્રથમ વખત કપડાં ઉતારવા સમયે વારંવાર ઉભી રહી જતી. લાંબા સમય સુધી કપડાં ને પકડી ને રાખતી. તેને છોડવામાં અડધો પોણો કલાક તો જતો. આંખમાંથી આંસુ ટપકવા લાગે, પછી ભૂખ્યા બાળકો ની યાદ તે રોકી દે. શરમ જવામાં અકળામણ ના થાય,  જયારે વાત પોતાના પેટ ની હોય. કૃષ્ણ ન્યૂડ મોડેલ છે. કપડાં વગર મોડેલિંગ કરે […]

Fashion & Beauty

પ્રથમ વખત કપડાં ઉતારવા સમયે વારંવાર ઉભી રહી જતી. લાંબા સમય સુધી કપડાં ને પકડી ને રાખતી. તેને છોડવામાં અડધો પોણો કલાક તો જતો. આંખમાંથી આંસુ ટપકવા લાગે, પછી ભૂખ્યા બાળકો ની યાદ તે રોકી દે. શરમ જવામાં અકળામણ ના થાય,  જયારે વાત પોતાના પેટ ની હોય.

કૃષ્ણ ન્યૂડ મોડેલ છે. કપડાં વગર મોડેલિંગ કરે છે.  છેલ્લા 18 વર્ષથી, દિલ્હી યુનિવર્સિટી માટે કામ કરી રહી છે.  જે સમાજ માં દોહન માતા સેક્સ ઑબ્જેક્ટ હોય છે,  ત્યાં આ વ્યવસાય ની કોઈ મજબૂતી નહીં, પણ મજબૂરી હોય છે.

જયારે પોટ્રેટ રૂમમાં કૃષ્ણા બેઠી હોય છે ત્યારે એનામાં અને મૂર્તિ વચ્ચે કોઈ ખાસ તફાવત નથી હોતો. આ તફાવત માત્ર ધબકારાના વધતા-ઘટક દ્વારા જ કરી શકાય છે. અથવા કોઈક વાર આંખને  ઝપકાવાથી રૂમ માં તેજ પ્રકાશ હોય છે.  જેથી શરીરની તમામ રેખા જોય શકાય.

તે, એ દિવસ ક્યારેય નહીં ભૂલી શકે જયારે તેને પેહલી વાર કોઈ અજાણ્યા મર્દ સામે કપડાં ઉતારવા પડ્યાં હતા. કહ્યું હતું કે 6 કલાક માં 3 વાર છૂટી મળતી ત્યારે હું ખુબ રોતી.  હું ધીરે ધીરે આંખ ના ડોરા ફેરવીને જોઈ લેતી કે કોઈ મને ખરાબ નજર થી જોય તો નથી રહ્યું ને. ત્યાર પછી મને કોલેજ ના પ્રોફેસર અને સ્ટુડન્ટ એ ખુબ પ્યાર અને સપોર્ટ આપ્યો ત્યાર પછી હું કોન્ફિડેન્ટ બની ગઈ અને ખુશ થઈ ગઈ.  6 કલાક કપડાં વગર અને હલ્યા-ચલ્યા વગર મળે છે 220 રૂ.