સુનંદા પુષ્કરના મૃત્યુ મામલે એમના પતિ શશી થરૂરને કોર્ટે આરોપી માન્યા છે. કોર્ટના જણાવ્યા મુજબ શશી થારુરના કારણેજ સુનંદા પુષ્કરે આત્મહત્યા જેવું પગલું લીધું હતું. કોર્ટે શશી થરુરને કલમ 306 મુજબ દોષી જાહેર કર્યા છે. શશી થરૂરને કલમ 498એ મુજબ પણ સજા થઇ શકે છે. આ મામલાની આગળની સુનાવણી સાત જુલાઈના રોજ કરવામાં આવશે, કોર્ટે શશી થરુરને આરોપી માનતા સમન્સ મોકલ્યું છે.
આ દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું હતું કે શું તમે સુબ્રમણીયમ સ્વામીની એપ્લીકેશન પર જવાબ આપવા માંગો છો. દિલ્હી પોલીસના વકીલે કહ્યું કે હમણાં એ ઉતાવળ કહેવાશે. સુબ્રમણીયમ સ્વામીએ કહ્યું કે ક્રાઈમ થયો હતો એ સમયે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, દિલ્હી પોલીસે પણ સરખી રીતે તપાસ કરી નહતી. કોર્ટે કહ્યું કે સ્વીમીની એપ્લીકેશન પર અમે અલગથી ધ્યાન આપીશું.
મહત્વનું છે કે પોલીસની ચાર્જશીટ મુજબ સુનંદાએ એમના પતિને એક ઈ-મેઈલમાં લખ્યું હતું કે એમની જીવવાની ઈચ્છા પૂરી થઇ ગઈ છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે સુનંદાના ઈ-મેઈલ અને સોશિયલ મિડિયા મેસેજને ડાયીંગ ડીકલેરેશન માની શકાય છે.

દિલ્હી પોલીસે 14 મેના રોજ તીરુવનંતપુરમના લોકસભા સદસ્ય શશી થરુર પર સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે ઉગસાવવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે અદાલતને કહ્યું હતું કે થરૂરને સાડા ચાર વર્ષ જુના મામલામાં આરોપી ગણવામાં આવે, અને થરુર વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા હોવાનો દાવો કર્યો હતો.
સુનંદા પુષ્કરે 8 જાન્યુઆરી 2014ના રોજ થરૂરને કરેલા ઈ-મેઈલમાં લખ્યું હતું કે મારી જીવવાની ઈચ્છા નથી, હું ફક્ત મૃત્યુની કામના કરું છું. જણાવી દઈએ કે આ ઈ-મેઈલ કર્યાના 9 દિવસ બાદ સુનંદા દિલ્હીની એક હોટલમાં મૃત હાલતમાં મળી હતી. સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે સ્પેશીયલ પબ્લિક પ્રોસીક્યુટરને કહ્યું કે સુનંદાના ત્રીજા લગ્ન હતા, જેને 3 વર્ષ 3 મહિના થયા હતા. જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એ અબેટમેન્ટ ફોર સુસાઇડ અને કૃએલીટી મુજબ દર્જ કરવામાં આવી છે. ચાર્જશીટમાં પોલીસે એ કવિતાનો ઉલ્લેખ પણ કર્યો જે સુનંદાએ મૃત્યુના બે દિવસ પહેલા લખી હતી, જેનો એવો અર્થ નીકળે છે કે મૃત્યુ પહેલા તેઓ ખુબ હતાશામાં હતા. 5 જુને પટીયાલા હાઉસ કોર્ટ ચાર્જશીટ વિશે જાણકારી લેશે.
કોંગ્રેસી નેતા પર આઈપીસી કલમ 498એ(ક્રુરતા) અને 306(આત્મહત્યા માટે ઉગસાવવું)ના આરોપ લગાવવામાં આવ્યા છે. કલમ 498એ મુજબ વધુમાં વધુ ત્રણ વર્ષની જેલ થઇ શકે છે જયારે કલમ 306 મુજબ વધુમાં વધુ 10 વર્ષની જેલ થઇ શકે છે. થરૂરની આ મામલામાં હજુ સુધી ધરપકડ કરવામાં આવી નહતી.
