વેસ્ટમાંથી બેસ્ટ/ તમે તમારા જુના જીન્સમાંથી આવુ પણ કંઈક બનાવી શકો છો, તો જાણી લ્યો આ New Ideas

તમે જો જુના જીન્સને હવે પહેરવા માગતા નથી તો તેને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો. અહીં જાણો કે તમે કેવી રીતે જુના જીન્સનો અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

Fashion & Beauty Lifestyle
જુના જીન્સમાંથી

જ્યારે જીન્સ નકામું બની જાય છે, ત્યારે તેમાંથી ઊનના દડા અથવા મેગેઝિન રાખવા માટનુ સ્ટેન્ડ બનાવી શકાય છે. ટેબલ કવર, ટેડી બિયર, બેગ, ચેર કવરથી માંડીને તમે જુના જીન્સનો બીજી ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. જુના જીન્સનો ઉપયોગ કરવા માટે અહીંયા છે બેસ્ટ Ideas…

ટેડી બિયર

જુના જીન્સમાંથી ટેડી બિયર બનાવી શકાય છે. તેમાં સમય ઓછો લાગશે. તેને બનાવ્યા બાદ તેને અલગ અલગ રીતે સજાવી શકાય છે. તેમાં બટન મૂકવું,રીબીન અથવા બીજું વધારે સજાવટ કરી શકો છો.

બેગ

જો જીન્સમાં કાણું હોય તો તેને ફેંકી દેવુ યોગ્ય નથી. તમે તેને બેગનો આકાર આપી વસ્તુનો સંગ્રહ કરવા ઉપયોગ કરી શકો છો. તેના માટે થોડી મહેનત કરવી પડશે.

ખુરશીનુ કવર

બાળકોના ખુરશીના કવરમાં જુના જીન્સનો ઉપયોગ કરી શકાય છે.સરળ રીતે કવર સીવીને તૈયાર કરી લ્યો જેથી બાળકોની આજુબાજુ પડેલી વસ્તુઓ પણ એ કવરમાં રાખી શકાય.

બાળકોનો તાજ

બાળકો માટે, જીન્સના બચેલા ડેનિમમાંથી પણ તાજ બનાવી શકાય છે. અને કોઈપણ તેને સરળતાથી બનાવી શકે છે. તેને ફક્ત યોગ્ય રીતે ડિઝાઇન કરવાની જરૂર છે. તે સીવવા માટે પણ સરળ છે.

ડાયનિંગ ટેબલના વચ્ચેનુ કવર

તેને સીવવાનું એટલું મુશ્કેલ નથી જેટલું તે લાગે છે. કાતરની માત્ર યોગ્ય કારીગરી અને સારી ડિઝાઇન સાથે, આ ડાયનિંગ ટેબલની સુંદરતામાં વધારો કરશે.

ગેજેટ કવર

મોબાઈલ ચાર્જ કરતી વખતે ક્યાં રાખવો? તે મોટી સમસ્યા છે. ડાયનિંગ જીન્સના પાછળના ખિસ્સાના ભાગને મોબાઈલ કવરનું સ્વરૂપ આપી શકાય છે. આગળના ખિસ્સાનો પણ સારો ઉપયોગ કરી શકાય છે.

ડેનિમ ગાદલું

જો તમારી પાસે છ થી સાત જુના જીન્સ હોય તો ડેનિમનુ ગાદલુ બનાવુ સરળ છે. આ માટે તમારે થોડી મહેનત કરવી પડશે.

ડેનિમ પાઉફ

જીન્સનો ઉપયોગ કરીને નાનો સોફા અથવા ફોલ્ડ કરેલ સ્ટૂલ બનાવી શકાય છે

ક્રિસમસ સ્ટોકિંગ

ક્રિસમસને યાદગાર બનાવવા માટે જુના જીન્સનો સંગ્રહ કરવો એ એક મનોરંજક પ્રયોગ હશે.

મેગેઝિન રેક

જો ઘરમાં જુના જીન્સ સાથે પાઇપના ટુકડા મળી આવે, તો એક આકર્ષક મેગેઝિન રેક તૈયાર થઈ શકે છે.

ક્રિસમસ ટ્રી સજાવટ

ક્રિસમસ ટ્રીને સજાવવા માટે જીન્સના ટુકડાઓનો ઉપયોગ તમારા બાળકની સલામતી માટે પણ વધારે સારું રહેશે.

કેટલ કોસ્ટર

કેટલને ટેબલ પર રાખવા માટે જીન્સ કોસ્ટર પણ બનાવી શકાય છે. આ સાથે ટેબલ કવર ગરમ કીટલીથી બગડશે નહીં.

કપ કોસ્ટર

કોઈને તેમના જન્મદિવસ પર હાથથી બનાવેલી ભેટ આપવીએ ખરેખર યાદગાર ક્ષણ હશે. આમાં, કપ કોસ્ટર એક અનોખી ભેટ હશે.

ડેનિમ એપ્રોન

પેઇન્ટિંગ અથવા રસોઈમાં એપ્રોનની જરૂર છે. જુના જીન્સનો એપ્રોન પણ સારો લાગશે. તેને બનાવવું પણ સરળ છે.

રમકડાં ભરવા માટે બેગ

બાળકોના રમકડાં રાખવા માટે  જુના જીન્સની બેગ એ સારો વિચાર છે. તો ડેનિમના જીન્સથી સરળતાથી તમે રમકડાં ભરવાની બેગ બનાવી શકો છો.

તો જુના જીન્સથી તમે તમારા જ ઘરની સજાવટ માટે અલગ અલગ વસ્તુઓ બનાવી શકો છો એ પણ કોઈ પણ પૈસા ખર્ચ કર્યા વગર તો આજે જ બનાવો તમારા જુના જીન્સમાંથી ઉપર જણાવેલી વસ્તુઓ…

આ પણ વાંચો: પતિએ બનાવેલા ડાયટ પ્લાનથી પત્નીએ ઘટાડ્યું 31Kg વજન, તમે પણ કરી શકો છો ટ્રાય

આ પણ વાંચો: ‘રાજાઓ’ની આ બીમારીને કારણે નાની ઉંમરમાં જ શરૂ થાય છે ઘૂંટણનો દુખાવો, જોખમ વધે તે પહેલા ઓળખી લો!

આ પણ વાંચો: અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે, દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો આ પીણુ