Lifestyle/ આદુ મરચાનું અથાણું બનાવો…સ્વાદિષ્ટ જબરદસ્ત રેસિપી… લિજ્જત આવી જશે.!

આદુ મરચાનું અથાણું…તમે બનાવ્યું છે ખરું? શિયાળામાં લોકો જુદા-જુદા અથાણાં અને ચટણીઓ બનાવે છે…ચટપટું ખાવાના શોખીનો માટે આ મસ્ત રેસિપીને એકવાર…

Trending Food Lifestyle
આદુ મરચાનું અથાણું

Lifestyle: આદુ મરચાનું અથાણું (Ginger chilly pickle)…કદીક તમે બનાવ્યું તો હશે જ! શિયાળા (Winter)માં લોકો જુદા-જુદા અથાણાં અને ચટણીઓ (Chatni) બનાવતા જ હોય છે અને જો તમને તીખું ખાવાનો શોખ હોય તો આ અત્યંત સરળ રેસિપી તમારે અવશ્ય ટ્રાય કરવી રહી!

ચટપટું ખાવાના શોખીનો માટે એક મસ્ત રેસિપી (Recipe) લઇને આવ્યા છીએ અને એનું નામ છે આદુમરચાનું અથાણું..! ધરે જ આદુ અને મરચાંનું ચોખ્ખું અને ચટપટું અથાણું બનાવવા માટે તમારે વધુ મહેનત નહિં કરવી પડે, આ અથાણું ફટાફટ બની પણ જશે અને ફટાફટ ખતમ પણ થઇ જશે!

જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે તીખું, મરચાવાળું કે પછી મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે આદુ મરચાનું અથાણું બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ.

શી રીતે બનાવશો આદુ મરચાનું અથાણું ?

એને બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

200 ગ્રામ આદુ

150 ગ્રામ લીલા મરચાં

4 મોટી ચમચી લીંબુનો રસ

4 મોટી ચમચી સરસવનું તેલ

2 મોટી ચમચી પીળા રાઇના કુરિયા

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી અજમો

મીઠું સ્વાદાનુસાર

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તમારે આદુ (Ginger)ને છીણી લેવાનું રહેશે. ત્યાર બાદ એને લાંબા અને પાતળી સ્લાઇઝમા સમારી લો.

2. હવે લીલા મરચાંને સારી રીતે ધોઇને કોરા કરી લો અને વચ્ચે કાપા પાડી દો. તમે ઇચ્છો તો એને ગોળ સમારી શકો છો.

3. હવે એક મોટા બાઉલમાં આદુ અને લીલા મરચાં (Green Chilies)ને લઇને એમાં હળદર, મીઠું અને રાઇના કુરિયા નાખીને રગદોળી દેવા. હવે આશરે 10-15 મિનિટ સુધી આ મિશ્રણને રેસ્ટ આપવો.

4. જ્યારે આદુ અને મરચાં હળદર-મીઠાથી નરમ થઇ જાય ત્યારે તમારે લીંબુનો રસ (Lemon Juice), અજમો અને સરસિયું (Mustard Oil) ઉમેરી દેવાનું રહેશે.

5. હવે તમામ સામગ્રી સારી રીતે મિક્સ કરીને એક સ્વચ્છ અને કોરી કાચની બરણી લો અને એમાં આ અથાણાને ભરી દો.

6. આ બરણીને એક દિવસ તાપમાં રાખવી. તમારું આદુ-મરચાંનું અથાણું સર્વ કરવા માટે તૈયાર છે! એને ખાતા વેંત તમારા સ્વાદેન્દ્રિયો (Taste Buds) ખૂલી જશે… શિયાળામાં એને જરુર બનાવો અને ભોજન સાથે એની લિજ્જત માણો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઘઉંના લોટના ભટુરા શી રીતે બનાવશો? અડધા કલાકમાં તૈયાર થઇ જશે ભટુરાનો લોટ…ફટાફટ નોંધી લો રેસિપી!

આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…