Ahmedabad News : SMCની ટીમને માહિતીને આધારે અમદાવાદના એસ પી રિંગ રોડ, બાકરોલ ક્રોસ રોડ પાસેથી દારૂનો જથ્થો ભરેલી આઈસર ટ્રક કબજે કરી હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી રૂ.1,20,08,025ની કિંમતનો 53369 બોટલ દારૂ મળી આવ્યો હતો. તે સિવાય ઘેટાનું ઉન ભરેલી 196 બેગ મળી આવી હતી.
અમદાવાદ મા ઘેટાના ઉનમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો
આમ ઘેટાના ઉનમાંછુપાવીને દારૂનો જથ્થો લઈ જઈ જવાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જપ્ત કરેલો જથ્થો, તથા એક આઈસર ટ્રક વગેરે મળીને કુસ રૂ. 1,50,08,025નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં છ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સરખેજ પોલીસ સ્ટેશન ચલાવે છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો ચંદીગઢથી ગુજરાતમાં મગાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
