Not Set/ કોંગ્રેસના ઉમેદવારોની યાદી બદલાઇ શકે છે-પાસ સાથે ચર્ચા કર્યા વિના જ નામો કરાયા હતા જાહેર

કોંગ્રેસના ઉમેદવારોની યાદી બદલાઇ તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. પાંચથી વધુ બેઠકો પર નામો બદલવા પડે તેવી શક્યતા છે, કેમ કે પાસ સાથે ચર્ચા કર્યા વિના જ પાસના કન્વિનરોના નામો જાહેર કરી દેવાયા હતા. ધોરાજીમાં લલિત વસોયા, ગોંડલમાં અર્જૂન ખાતરિયા, જૂનાગઢમાં અમિત ઠુમ્મર અને સુરતના વરાછા રોડની બેઠક પર પ્રફુલ્લ તોગડિયાના નામો જાહેર થયા […]

Gujarat

કોંગ્રેસના ઉમેદવારોની યાદી બદલાઇ તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. પાંચથી વધુ બેઠકો પર નામો બદલવા પડે તેવી શક્યતા છે, કેમ કે પાસ સાથે ચર્ચા કર્યા વિના જ પાસના કન્વિનરોના નામો જાહેર કરી દેવાયા હતા. ધોરાજીમાં લલિત વસોયા, ગોંડલમાં અર્જૂન ખાતરિયા, જૂનાગઢમાં અમિત ઠુમ્મર અને સુરતના વરાછા રોડની બેઠક પર પ્રફુલ્લ તોગડિયાના નામો જાહેર થયા હતા.

આ નામો હવે બદલવા પડે તેવી સ્થિતિ આવી છે, કેમ કે પાસ સાથે સંબંધો તંગ થાય તેમ છે. બીજી બાજુ ઉમેદવારોની યાદી બહાર પડી તે પછી જે રીતે ભાજપમાં ધમાલ મચી તે રીતે કોંગ્રેસમાં પણ ધમાલ થઈ હતી. રાત્રે જ પાસના કાર્યકરો ધમાલ કરવા પહોંચી ગયા હતા. સુરતમાં પણ તોગડિયાના કાર્યાલય પર તોડફોડ થઈ હતી.

આ પછી પાસ સાથેની ગોઠવણ પડી ભાંગે તેમ હતી તેથી તે બચાવવા માટે થઈને નામો બદલવા પડે તેમ છે. બીજી બાજુ વઢવાણમાં નવ કરોડમાં ટિકિટ વેચાઇ તેવા આક્ષેપો કોંગ્રસમાં પણ સુરતમાં થવા લાગ્યા છે. 10 કરોડ રૂપિયા આપીને બિલ્ડરે સુરતમાં ટિકિટ ખરીદના આક્ષેપો થયા છે. આ રીતે ટિકિટ વહેંચણીનો મામલો બંને પક્ષને ભારે પડી રહ્યો છે.