Sabarkantha News : સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન (DCCB Chairman)હંસાબેન પટેલની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. હિંમતનગરની પાંચમી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે હંસાબેન પટેલ સામે IPCની વિવિધ કલમો હેઠળ પ્રોસેસ ઈશ્યુ કરવાનો હુકમ કર્યો છે.
ચૂંટણીમાં ખોટા દસ્તાવેજોના ઉપયોગના આક્ષેપોથી શરૂ થયેલો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. હંસાબેન પટેલ (Hansaben Patel)સાથે નાની ડેમાઈ સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરી સામે પણ કાર્યવાહીનો આદેશ થયો છે.
DCCB Chairman : ચૂંટણી… ખોટા દસ્તાવેજોના આક્ષેપ… અને હવે કોર્ટની ફોજદારી કાર્યવાહી!
સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેનપદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર તબક્કે પહોંચ્યો છે.હિંમતનગરની પાંચમી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદમાં હંસાબેન પટેલ (Hansaben Patel)સામે ખોટા દસ્તાવેજોના આધારે બેંકની ચૂંટણી (Cooperative Bank Election)લડ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ આક્ષેપોને લઈને કોર્ટે હંસાબેન પટેલ (Hansaben Patel)સામે IPCની કલમ 420, 406, 467, 471 અને 114 હેઠળ પ્રોસેસ ઈશ્યુ કરવાનો હુકમ કર્યો છે.એટલું જ નહીં, નાની ડેમાઈ સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરી સામે પણ કોર્ટ કાર્યવાહીનો આદેશ કરાયો છે.અર્થાત, જે મામલો સહકારી ચૂંટણીના વિવાદથી શરૂ થયો હતો, તે હવે ફોજદારી કેસની કાર્યવાહી (Criminal Proceedings)સુધી પહોંચી ગયો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આશરે 125 જેટલી શાખાઓ ધરાવતી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન સામે કોર્ટનો આ હુકમ સામે આવતા સહકારી ક્ષેત્રમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણી પ્રક્રિયા અને દસ્તાવેજોને લઈને કરવામાં આવેલા આક્ષેપોમાં આગળની કોર્ટ કાર્યવાહી શું વળાંક લાવે છે?
હાલમાં કોર્ટ દ્વારા પ્રોસેસ ઈશ્યુ કરવાનો હુકમ (Court Order)થયો છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અંતિમ રીતે સાબિત થયા છે એવું માનવું નહીં; તેની કાનૂની ચકાસણી આગળની કાર્યવાહી દરમિયાન થશે.
@દીપકસિંહ રાઠોડ
