રાજ્ય સરકારે ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધાં છે. જેમાં વાલ્મિકી સમાજના રોજમદારો તરીકે કામ કરતાં લોકોને કાયમી કરવા, અકસ્માતે મૃત્યુના કેસમાં રહેમરાહે નોકરી આપવા, દિવાળી બોનસ તરીકે રૂપિયા 3500ની મર્યાદામાં ચૂકવણી કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનો લાભ વાલ્મિકી સમાજ ઉપરાંત સરકારમાં, પંચાયતમાં, બોર્ડ નિગમોમાં કામ કરતાં વર્ગ 4ના કર્મચારીઓને લાભ મળશે.
નીતિન પેટેલ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં જે રિંગ રોડ છે તેના પરથી કાર અને ટુ વ્હિલર વાહનોને મુક્તિ આપવામાં આવી છે, માત્ર મોટા વાહનો પાસેથી જ ટોલ ટેક્સ લેવામાં આવશે તેમજ ગુજરાત સરકારના વર્ગ 4ના જે કર્મચારીઓ છે, જેની સંખ્યા 35000 જેટલી થાય છે તેને આગામી દિવાળીને 3500 રૂ મર્યાદામાં બોનસ ચૂકવવામાં આવશે. આનો લાભ રાજ્ય સરકાર ઉપરાંત પંચાયત અને બોર્ડ નિગમના વર્ગના 4 જે કર્મચારીઓ છે તેને આ વર્ષે દિવાળી નિમિત્તે બોનસ ચૂકવાશે….
