ગુજરાત સ્થાપના દિવસ/ કોઈ એક નહીં પરંતુ દરેક મુખ્યમંત્રીએ ગુજરાતને બનાવ્યું છે ગૌરવવંતુ : વાંચો તમામ સીએમનું યોગદાન

ગુજરાતને અવ્વલ દરજ્જો મેળવવામાં કોઈ એક મુખ્યમંત્રી કે એક વ્યક્તિનો હાથ નથી. દરેક મુખ્યમંત્રીએ તેના કાર્યકાળ દરમિયાન વિશેષ કાર્ય કરીને ટીપે ટીપે વિકાસનું સરોવર ભર્યું છે. ત્યારે આજે ગુજરાત ગૌરવ દિવસે આપણે તે દરેક મુખ્યમંત્રીનાં યોગદાનને જાણીએ.

Gujarat Mantavya Exclusive Others
મુખ્યમંત્રી

“હેપી બર્થડે ગુજરાત” આજે આપણે સૌ ગુજરાતનાં 62માં જન્મદિવસ ઉજવણી કરી રહ્યા છીએ. આજે આપણું ગુજરાત છ દાયકાનું અનુભવી બની ગયું છે ત્યારે તેનો વિકાસ પણ ઉડીને આંખે વળગે તેવો છે. ગુજરાતને ‘THE GUJARAT’ બનાવવા માટે છેવાડાના માનવીનો પણ હાથ છે. ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને, ગુજરાતી ભોજનને અને ગુજરાતનાં પટોળા તેમજ બાંધાણીને દેશ વિદેશ સુધી પહોચાડી લોકપ્રિય બનાવવા માટે રાજ્યના એક એક વ્યક્તિનું યોગદાન રહેલું છે. ત્યારે રાજ્ય વિકાસમાં રાજયના મુખ્યા એટલેકે મુખ્યમંત્રી નું યોગદાન વિશેષ રહેલું હોય એ સ્વાભાવિક છે. આપણા ગુજરાતમાં પહેલા મુખ્યમંત્રી થી માંડીને વર્તમાન મુખ્યમંત્રી સુધીના તમામની કોઈને કોઈને વિશેષતા રહી છે. તેમના કરેલા કાર્યો નોંધપાત્ર રહ્યા છે. ગુજરાતને અવ્વલ દરજ્જો મેળવવામાં કોઈ એક મુખ્યમંત્રી કે એક વ્યક્તિનો હાથ નથી. દરેક મુખ્યમંત્રી એ તેના કાર્યકાળ દરમિયાન વિશેષ કાર્ય કરીને ટીપે ટીપે વિકાસનું સરોવર ભર્યું છે. ત્યારે આજે ગુજરાત ગૌરવ દિવસે આપણે તે દરેક મુખ્યમંત્રીનાં યોગદાનને જાણીએ.

મુખ્યપ્રધાન   – સમય – યોગદાન

૦૧ ડો. જીવરાજ મહેતા (કોંગ્રેસ) : તા.૧-૫-૧૯૬૦થી તા.૧૯-૯-૬૩ :  પાટનગર ગાંધીનગરની સ્થાપના 

૦૨ બળવંત મહેતા (કોંગ્રેસ) તા.૧૯-૯-૬૩થી તા.૧૯-૯-૬૫ : પંચાયતી રાજ અને વીજમથકની સ્થાપના

૦૩ હિતેન્દ્રભાઇ દેસાઇ (કોંગ્રેસ) તા.૧૯-૯-૬૫થી તા.૧૩-૫-૭૧ : વિજિલન્સ કમિશનની રચના

૦૪ ઘનશ્યામભાઇ ઓઝા (કોંગ્રેસ) તા.૧૭-૩-૭૨થી તા.૧૭-૭-૭૩: માધ્યમિક શિક્ષણ તદ્ન મફત કર્યું

૦૫ ચીમનભાઇ પટેલ (કોંગ્રેસ) તા.૧૭-૭-૭૩થી તા.૯-૨-૭૪ : અનેક રાજ્યોની જીવાદોરી નર્મદા યોજના આપી

૦૬ બાબુભાઇ જ. પટેલ (કોંગ્રેસ) તા.૧૮-૬-૭૫થી તા.૧૨-૩-૭૬ : ખેડૂતોના દેવાની માફી

૦૭ માધવસિંહ સોલંકી (કોંગ્રેસ) તા.૨૪-૧૨-૭૬થી તા.૧૧-૪-૭૭ : ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, આદિવાસી અને મુસ્લિમ) થિયરીને ગુજરાતમાં પ્રચિલત કરી                     

૦૮ બાબુભાઈ જ. પટેલ (જનતા પાર્ટી) તા.૧૧-૪-૭૭થી તા.૧૭-૨-૮૦ : મચ્છુ હોનારત બાદ મોરબીને સજીવન કર્યું

૦૯ માધવસિંહ સોલંકી (કોંગ્રેસ) તા.૬-૬-૮૦થી તા.૬-૭-૮૫ : મધ્યહ્નભોજન યોજનાના પ્રણેતા

૧૦ અમરસિંહ ચૌધરી (કોંગ્રેસ) તા.૬-૭-૮૫થી તા.૯-૧૨-૮૯ : નર્મદા કોર્પોરેશન અને રાજ્યમાં શાંતિ સ્થાપી

૧૧ માધવસિંહ સોલંકી (કોંગ્રેસ) તા.૧૦-૧૨-૮૯થી તા.૩-૩-૯૦ : મફત કન્યા કેળવણીનો નિર્ણય 

૧ર  ચીમનભાઈપટેલ જનતાદળ (કોંગ્રેસ)  તા.૪-૩-૯૦થી તા. ૧૭-૨-૯૪ : ઔદ્યોગિક વિકાસને મહત્વ સમજાવી તક આપી

૧૩ છબીલદાસ મહેતા (કોંગ્રેસ) તા.૧૭-૨-૯૪થી તા.૧૩-૩-૯૫ :  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો કર્યાં

૧૪ કેશુભાઇપટેલ (ભાજપ) તા.૧૩-૩-૯૫થી તા.૨૧-૧૦-૯૫ : કોમી રમખાણનો અંત લાવવા કવાયત કરી

૧૫ સુરેશચંદ્ર મહેતા (ભાજપ)   તા.૨૧-૧૦-૯૫થી તા. ૧૯-૯-૯૬ : ઔદ્યોગિકક્ષેત્રમાં ગતિ આપવા નવી નીતિઓ આપી  

૧૬ શંકરસિંહ વાઘેલા (રાજપા) તા.૨૩-૧૦-૯૬થી તા.૨૮-૧૦-૯૭ : ગુજરાતમાં જિલ્લા વિભાજનનો નિર્ણય

૧૭ દિલીપભાઇ પરીખ (રાજપા) તા.૨૮-૧૦-૯૭થી તા. ૪-૩-૯૮ : સામાન્ય માણસ તરીકેના સીએમ તરીકે ઓળખ

૧૮ કેશુભાઈ પટેલ (ભાજપ)  તા.૪-૩-૯૮થી તા.૭-૧૦-૨૦૦૧ : કુંવરબાઇનું મામેરૂ યોજના અમલી

૧૯ નરેન્દ્ર મોદી (ભાજપ) તા.૭-૧૦-૨૦૦૧થી તા.રર-૪-૨૦૧૪ : દરેક ક્ષેત્રે નવી રીતે વિચારવાની રીત અને વિકાસની નવીરાજનીતિ આપી  

ર૦  આનંદીબહેન પટેલ (ભાજપ) તા.૨૨-૪-૨૦૧૪થી તા.૬-૮-૨૦૧૬ : કન્યા કેળવણી ક્ષેત્રે મહત્વનું યોગદાન

ર૧  વિજયભાઇ રૂપાણી (ભાજપ) તા.૭-૮-૨૦૧૬થી  તા.૧૧-૯-૨૦૨૧ : એફઆરસી એક્ટ લાગુ થયો – ભૂમાફિયા રાજનો અંત

૨૨ ભૂપેન્દ્રભાઇ પટેલ (ભાજપ)   તા. ૧૩-૯-૨૦૨૧ થી…… : ગ્લોબલ મેડિસીન સેન્ટરનો જામનગરમાં પ્રારંભ

ગુજરાતમાં ભાજપ સિવાયની સરકાર અન્ય રાજકીયપક્ષના નેતાઓ પણ મુખ્યપ્રધાનપદે આવ્યા છે.  ગુજરાતના વિકાસનો શ્રેય માત્ર મુખ્યપ્રધાન પછી વડાપ્રધાન તરીકે માત્ર નરેન્દ્ર મોદીએ જ લીધો નથી. તેઓએ દરેક મુખ્યપ્રધાને ગુજરાતના વિકાસમાં આપેલાં યોગદાનની પ્રશંસા કરી છે. હવે કોઇપણ એક ક્ષેત્રે જ નહીં પરંતુ ગુજરાત સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આ અંગે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વૈશ્વિકસ્તરે મોડેલ બનાવવાની નેમ છે ત્યારે આ નેમ સર્વે ગુજરાતીઓ સાર્થક કરે એ જ ગુજરાતનું ગૌરવ વધશે.

આ પણ વાંચો : ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત