Gujarat News/ બિહારના CM સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકીઆપનાર આરોપી સાણંદથી ઝડપાયો

Bihar CM સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સની ગુજરાતના સાણંદથી ધરપકડ કરવામાં આવી છે. સાણંદ પોલીસે આરોપી શેખર યાદવને ઝડપી બિહાર પોલીસને સોંપ્યો છે.

Top Stories Gujarat Others
Bihar CM

Bihar CM Threat Call Case: બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શેખર યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. આ આરોપીએ મુખ્યમંત્રીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ને ફોન કરીને ગંભીર ધમકી આપી હતી, જે બાદ બિહારથી લઈને ગુજરાત સુધી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

સાણંદ-કડી રોડ પરથી પોલીસનું સફળ ઓપરેશન

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સાણંદ પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી શેખર યાદવ સાણંદ-કડી રોડ પર હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. પકડાયેલો આરોપી મૂળ બિહારના (Bihar CM ) બાંકા જિલ્લાનો વતની છે અને હાલ સાણંદના નિધરાડ ગામ પાસે આવેલી એક ડ્રાયપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો.

Bihar CM

બિહાર પોલીસે નોંધી હતી ફરિયાદ (Bihar CM )

મુખ્યમંત્રીને (Bihar CM ) ધમકી આપવાના આ મામલે બિહારના મુંગેર જિલ્લામાં વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. બિહાર પોલીસ સતત ગુજરાત પોલીસના સંપર્કમાં હતી અને લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે કયા કારણોસર મુખ્યમંત્રીને નિશાન બનાવ્યા તે અંગે હવે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

આરોપીને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો

સાણંદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરી છે. હાલ આરોપીને રાઉન્ડ-અપ કરી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે બિહાર પોલીસની ટીમને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેકનોલોજીની મદદથી આરોપી ભલે ગમે તે રાજ્યમાં છુપાયો હોય, પોલીસના હાથથી બચવું મુશ્કેલ છે.


આ પણ વાંચો: “24 કલાકમાં સમ્રાટ ચૌધરીને ગોળી મારી દઈશ”, બિહારના નાયબ મુખ્યમંત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો: બિહારના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ, નીતીશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા…….

આ પણ વાંચો: શું નીતિશ કુમાર CM બનશે કે બિહારને આ વખતે નવો મુખ્યમંત્રી મળશે?