Breaking News/ બોલ બચ્ચનોની ધમકી, અમે મોદી સ્ટેડિયમ ઉડાવીશું : પાકિસ્તાનના નામથી GCAને ઈ-મેઇલ મળ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. GCA ને પાકિસ્તાનથી એક ઈમેલ મળ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ થોડા સમય પહેલા GCA ને મળ્યો હતો અને તેની માહિતી અમદાવાદ પોલીસને આપવામાં આવી હતી. આ સંદર્ભમાં, અમદાવાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે સ્ટેડિયમની તપાસ કરી છે.

આ અંગે એક વરિષ્ઠ IPS અધિકારીએ જણાવ્યું હતું કે આ ઇમેઇલ પાકિસ્તાનથી જેકેના નામે આવ્યો હતો અને એક લાઇનમાં લખ્યું હતું કે ‘We Will Blast Your Studium’. આગામી દિવસોમાં IPL મેચો યોજાવાની છે અને આ ઇમેઇલને હળવાશથી લેવાને બદલે, હવે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર નામ શા માટે પસંદ કરવામાં આવ્યું?

આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક