National News/ અલાહબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્ની સાથે અકુદરતી જાતીય સંબંધ IPC 377 હેઠળ સજાપાત્ર

અલાહબાદ હાઈકોર્ટે હાલમાં જ એક ચુકાદો સંભળાવ્યો છે કે, કોઈ પુરુષ તેની પત્ની સાથે વગર તેની સહમતિએ અકુદરતી જાતીય સંબંધો બનાવે તે દંડનીય અપરાધ છે.

India

Uttar pradesh news અલાહબાદ હાઈકોર્ટે હાલમાં જ એક ચુકાદો સંભળાવ્યો છે કે, કોઈ પુરુષ તેની પત્ની સાથે વગર તેની સહમતિએ અકુદરતી જાતીય સંબંધો બનાવે, ભલે તે 18 વર્ષથી વધારેની ઉમરનો હોય તે દંડનીય અપરાધ છે. ન્યાયમૂર્તિ અરુણકુમાર સિંહ દેશવાલે કહ્યું કે, કુદરતી સંબંધો સિવાય મહિલાઓ સાથે અકુદરતી સંબંધ બાંધવો એ યોગ્ય નથી અને પતિ દ્વારા પત્નીની સહમતિ વગર આવું કરી શકાય નહી.

ન્યાયમૂર્તિએ માન્યું કે, ભલે આ કૃત્ય ભારતીય દંડ સંહિતા (IPC)ની ધારા 375માં દુષ્કર્મની પરિભાષા હેઠળ ન આવે પરંતુ આ ગુનો ધારા 377 હેઠળ દંડનીય છે. જે અકુદરતી જાતીય અપરાધોને ગુનો બનાવે છે.

અલાહબાદ હાઈકોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણય પર અસહમતિ દર્શાવી જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ દ્વારા તેમની પત્ની જે 18 વર્ષથી વધારે છે. તેની સાથે કરવામાં આવેલ અકુદરતી જાતીય સંબંધ હવે આઈપીસીની ધારા 375 હેઠળ દુષ્કર્મ નથી. માટે આ ધારા 377 હેઠળ અપરાધ ન હોઈ શકે.

જસ્ટિસ દેશવાલે તર્ક આપ્યો હતો કે, પત્નીની ઉંમર 18 વર્ષથી વધારે હોઈ શકે છે. પરંતુ તેની વ્યક્તિગત ઓળખના રુપમાં તેની પાસે જાતીય અભિગમ માટે એક વિકલ્પ છે, તેનું રક્ષણ કરવું જોઈએ. એટલે કે, તે કોઈ પુરુષની પત્ની છે. અકુદરતી યૌન સંબંધ સામે મંજૂરી ન આપવાના તેના મૌલિક અધિકારને છીનવી ન શકાય. એક મહિલાએ પત્ની હોવા સિવાય સવિશેષ જાતીય અભિગમ અને ગરિમાનો વ્યક્તિગત અધિકાર છે.”

બેન્ચે ઈમરાન ખાન ઉર્ફે અશોક રત્ન નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનવણી દરમિયાન એ નિષ્કર્ષ પર પહોંચ્યું હતું. જેમાં પ્રયાગરાજ જિલ્લામાં આઈપીસીની ધારા 498 એ (પત્ની પર ક્રૂરતા), 323 (શારીરિક હાનિ કરવી), 540 (જાણી જોઈને અપમાન કરવું).506 (અપરાધિક ધમકી), અને દહેજ નિષેધ અધિનિયમ હેઠળની કેટલીક કલમો હેઠળ તેની સામેની કાર્યવાહીને પડકારવામાં આવી હતી. જેમાં તેણે તર્ક આપ્યો હતો કે, આઈપીસીની ધારા 377 હેઠળ અપરાધના મામલામાં લાગૂ નથી થતી કેમ કે, તે અને અરજીકર્તા પરણિત છે.

કોર્ટે જણાવ્યું કે, “ઉપરોક્ત ચર્ચાને ધ્યાનમાં રાખીને, અરજદારના વિદ્વાન વકીલનો દાવો કે કલમ 377 IPC હેઠળ અરજદાર સામે કોઈ ગુનો બનતો નથી તે ભૂલભરેલો છે કારણ કે અરજદાર દ્વારા વિરોધી પક્ષ નંબર 2 સાથે કરવામાં આવેલ અકુદરતી સંભોગ તેની ઇચ્છા વિરુદ્ધ હતો,”. અરજીકર્તા ઈમરાન ખાન ઉર્ફે અશોક રત્ન તરફથી એડવોકેટટ શારિક અહેમદ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ફરિયાદી પત્ની તરફથી એડવોકેટ મનીષ કુમાર ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશ રાજ્ય તરફથી એજીએ રમેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Operation Sindoor: ભારતના હવાઈ હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા પણ થઈ હતી મોક ડ્રીલ, 1965-1971માં શું થયું હતું…

આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક