ગુજરાત/ ભાજપ પ્રત્યેક જિલ્લા કાર્યાલયમાં ખોલશે લાઈબ્રેરી

 આગામી એક વર્ષમાં ખુલશે 33 લાઈબ્રેરી
 કાર્યકર્તાઓને વિચાર સમૃદ્ધ બનાવવા નવતર પ્રયોગ

Top Stories Gujarat

પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં તમામ જિલ્લા કાર્યાલય ખાતે લાયબ્રેરી શરૂ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી એક વર્ષમાં રાજ્યભરમાં લાયબ્રેરી ખોલવામાં આવશે.

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હવે કાર્યકર્તાઓને પણ વિચાર સમૃદ્ધ બનાવવા માગે છે, જેના ભાગરૂપે આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતા પ્રદેશ સહ પ્રવક્તા કિશોર મકવાણાએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌપ્રથમ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પાંચ મહિના પહેલા લાઈબ્રેરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં આજે ૧૦૦૦ પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાઇબ્રેરીમાં આધુનિક ઈ-લાઈબ્રેરી પણ મૂકવામાં આવી છે.  જેના માધ્યમથી ટેકનોલોજીના જાણકાર કાર્યકર્તાઓ ઓનલાઇન પુસ્તકો વાંચી શકશે. આ લાઈબ્રેરીમાં અયોધ્યા આંદોલન, સ્વતંત્રતા ચળવળ, ભાજપનો ઈતિહાસ, ગાંધી અને સરદાર તેમજ સાવરકરના જીવનકવનને રજૂ કરતા પુસ્તકોનો પણ સમાવેશ કરાયો છે.

ઇ-લાઇબ્રેરીમાં દેશની તમામ ભાષામાં ઉપલબ્ધ હોય તેવાં પુસ્તકો પણ મુકવામાં આવ્યા છે. આ પુસ્તકોને પીડીએફ સ્વરૂપે વાંચી શકાય છે અને જરૂર પડ્યે પુસ્તકની પ્રિન્ટ કાઢવાની વ્યવસ્થા પણ પ્રદેશ કાર્યાલય ખાતે કરવામાં આવી છે. આ જ પ્રકારે આગામી દિવસોમાં રાજ્યભરમાં પ્રત્યેક જિલ્લા ખાતે આવેલા ભાજપ કાર્યાલય પર લાયબ્રેરી ખોલવામાં આવશે. હાલ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે લાઈબ્રેરી શરૂ કરી દેવાઈ છે અને ટૂંક સમયમાં ભાવનગર ખાતે શરૂ કરાશે.

ફુલ ગુલાબી ઠંડી / ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા અડદિયાની માંગમાં વધારો

Bharuch / કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન

બનાસકાંઠા / ગુજરાતની સૌથી મોટી ગામપંચાયત, દિયોદરમાં જામ્યો રસાકસી ભર્યો ચૂંટણીનો જંગ

પુસ્તક પરબ / વાંચનપ્રેમી ભરતભાઈએ ગામમાં બનાવી લાઈબ્રેરી

આત્મનિર્ભર / આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે…