Not Set/ આ કોઝવેમાં પૂરના પાણીએ અનેક લોકોનો જીવ લીધો છે, ઓવરબ્રિજ મળશે કે પછી હજુ કુરબાનીઓ લેવાશે ?

દેવડીયા તરફ જવાના રસ્તા માં બનેલા કોઝવેમાં અત્યાર સુધીમાં નદીના પૂરના પાણી ને લીધે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગત વર્ષે જ એક પિતા પુત્ર પણ આ કોઝવેમાં તણાયા હતા. અને તેઓના મૃત્યુ નિપજયા હતા

Gujarat Others

ભાવનગર જીલ્લાનું દેવળિયા પાળીયાદ ગામ વરસાદી પાણીને લઇને બેટ સમાન બની જાય છે. ભાલ વિસ્તારમાં આવેલા દેવળિયા પાળીયાદ જવા માટે રસ્તો એકમાત્ર કોઝવે માંથી પસાર થઇને જવું પડે છે. કાળુભા ઘેલો જેવી નદીના વેણમાં બનેલા કોઝવેમાં ઉપરવાસમાં સારો વરસાદ થવાને લઈને વારંવાર પાણી ભરાઈ જાય છે. જેના લીધે દેવળિયા પાળીયાદ જેવા ગામો મુખ્ય માર્ગોથી વિખુટા પડી જાય છે. અને કોઝવેમાં પાણી આવતા ઈમરજન્સી સેવાઓ પણ મળવી મુશ્કેલ બને છે. જયારે અનેક લોકોએ કોઝવેમાં પાણી આવવાને લીધે પોતાનો જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા આ કોઝવે સાથે ઓવરબ્રિજ બનાવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં આવેલા દેવળિયા પાળીયાદ સહિતના ગામોમાં જવા માટે એક માત્ર રસ્તો વરસાદને લઈને આવેલા પાણીથી બંધ થઇ જવાની સમસ્યા વર્ષોથી જેમની તેમ છે. દેવળીયા ગામે જવા માટે ગેલો કાળુભાર નદીના વહેણના કોઝવેમાં પસાર થઈને ગામમાં જઈ શકાય છે. પરંતુ જ્યારે ઉપરવાસમાં વરસાદ આવે છે અને કાળુભા ઘેલો જેવી નદીઓમાં પાણી આવી જાય છે. ત્યારે કોઝવેમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. અને આ પાણી ભરાવાને લઈને દેવળીયા ગામના લોકોને ભાવનગર શહેર તરફ આવવા માટેનો એક માત્ર રસ્તો બંધ થઈ જાય છે. વર્ષોથી આ સમસ્યા જામની તેમ હોવા છતાં અંગે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઝવેમાં પાણી આવી જવાથી સ્થાનિક લોકોને 108 જેવી ઇમરજન્સી સેવા જોતી હોય તો પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

દેવડીયા તરફ જવાના રસ્તા માં બનેલા કોઝવેમાં અત્યાર સુધીમાં નદીના પૂરના પાણી ને લીધે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગત વર્ષે જ એક પિતા પુત્ર પણ આ કોઝવેમાં તણાયા હતા. અને તેઓના મૃત્યુ નિપજયા હતા. જેને લઇને તંત્ર દ્વારા કોઝવે પુલને ઓવરબ્રિજ કરવાને બદલે બંને સાઇડ રેલીંગ નાખી આપી હતી. પરંતુ ચાર ફૂટ સુધી પાણી આવી જતા રેલિંગ પણ કામ આવી શકે નહીં જે અંગે સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું હતું. ઘેલો અને કાળુભાર નદીના જળ સ્ત્રાવ વિસ્તારમાં મીઠાના અગરિયાઓ અને હાઈવે રોડ ને લઈને બનેલા પાળા ખૂબ જ મુશ્કેલી સમાન બન્યા છે. જેને લઇને કોઝવેમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. સ્થાનિક લોકો દ્વારા કરાયેલી માંગ અનુસાર મીઠાના અગરિયાઓને અને હાઈવે દ્વારા કરાયેલા પાળા ના તોડે તો કોઈ વાંધો નથી પરંતુ આ કોઝવે ને ઓવર બ્રિજ બનાવી આપવા ઉગ્ર લોકમાંગ ઉઠી છે.

Tips / શું તમે પણ વાઇ-ફાઇ પાસવર્ડ પણ ભૂલી ગયા છો, આરીતે મેળવો પાછો 

ગૂગલની ભેટ / ટૂંક સમયમાં તમે ઘણી ટીવી ચેનલો નિ:શુલ્ક જોઈ શકશો

સારા રિચાર્જ પ્લાન / રિલાયન્સ જિયોના 5 સૌથી સસ્તા ડેટા પ્લાન, 1 જીબી ડેટા 4 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ થશે

WhatsApp / મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો