નર્મદા,
તાજેતરમાં નર્મદા જિલ્લાના હેડ કવાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે ૩૧ ઓક્ટોબરનો દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખુબ મહત્વનો માનવામાં આવ્યો હતો, કારણ કે આ જ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે નિર્માણ થયેલી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરીને મોટી પ્રસિદ્ધિ મેળવી હતી.,ત્યારબાદ રાજકોટ સહિત રાજ્યભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ઉમટી રહ્યા છે.

દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈને હવે રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દર શનિ-રવિમાં એસ.ટી. બસ દોડાવવાનું આયોજન શરૂ કરાયું છે.

વધુમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનની કચેરીના વતુર્ળોના જણાવ્યા મુજબ રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એરકન્ડિશન વોલ્વો કોચ મુકવા માટેનું વિચારાધિન છે.
બસ ટિકિટ માટે રૂ. 30 ચુકવવાના રહશે.
જેમાં શ્રેષ્ઠ ભારત ભવન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ, રીવર બેડ પાવર હાઉસ, વ્યૂ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વગેરે સ્થળો જોવા મળશે.

બાળક (3થી 15 વર્ષ) રૂ. 60, અને પુખ્ત વયના લોકો માટે રૂ. 120 એન્ટ્રી ટિકિટ
એન્ટ્રી ટિકિટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો – વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમનો સમાવેશ છે. આમાં વ્યુઈંગ ગેલરીનો સમાવેશ થતો નથી.
આ ટિકિટમાં વ્યુઈંગ ગેલરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો – વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ તથા દર્શાવવામાં આવેલા તમામ સ્થળોનો સમાવેશ થાય છે. એટલે કે, રૂ. 350 અને બસની ટિકિટ રૂ. 30 એમ કુલ મળીને રૂ. 380ની ટિકિટમાં તમામ સ્થળો જોઈ શકાશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે હવે www.soutickets.in પર જઈને ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. સ્મારક જોવાનો સમય સવારે 9.00 થી 5.00 કલાકનો છે. એટલું જ નહીં દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે છે
આ માટે મુસાફરો પાસેથી સૂચનો અને અભિપ્રાયો મગાવવામાં આવ્યા છે. હાલમાં પણ કેવડિયા કોલોની સુધી જતી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ છે જ પરંતુ શનિ-રવિમાં વધુને વધુ સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈ શકે તે માટે આ નવી બસ સેવા શરૂ કરવાનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરોના સૂચનો મળ્યા બાદ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
