Gandhinagar News/ આજે રાજયની કેબિનેટ બેઠક UCC અને વિધાનસભાના આગામી બજેટ અંગે ચર્ચા કરાશે

ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક 10 વાગ્યે મળશે, જેમાં UCC, વિધાનસભાના આગામી બજેટ, ટેકાના ભાવની ખરીદી અને અન્ય બાબતો મામલે પણ ચર્ચાઓ કરવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગાંધીનગરમાં  આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આજે (5 ફેબ્રુઆરી) બુધવારના સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક મળશે, જેમાં રાજ્યને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા UCC પર રચાયેલી કમિટી અને તેના રીપોર્ટ પર કેબિનેટને અવગત કરાશે અને તેને લગતી પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવશે. આ બેઠકમાં યોગ્ય ચર્ચાઓ અને નિર્ણયો કરવામાં આવશે.

રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં કેબિનેટ બેઠક આજે યોજાશે, જેમાં વિધાનસભાના આગામી બજેટને લઈ ચાલી રહેલી આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે અને તેની પર સમીક્ષા પણ કરવામાં આવશે. ત્યારે ખેડૂતોને પણ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી ટેકાના ભાવની ખરીદી પર પણ ચર્ચા કરવામાં આવશે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પ્રભારી મંત્રીઓને સોંપાયેલ જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા પણ ની શક્યતા છે. આ સિવાય રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત બાબતો પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરશે.

તદુપરાંત જણાવીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ કરવામાં આવશે. જેના માટે 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 2022માં રાજ્ય સરકારે UCC અંગે નિર્ણય કર્યો હતો. કાયદાના અમલીકરણને લઈ લોકોના સૂચનો માટે કામ, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે જાહેરાત કરી હતી. કમિટી UCC અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે, ત્યારબાદ એના આધારે UCCનું અમલીકરણ કરવામાં આવશે. આ કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ કરવામાં આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવા વર્ષના પ્રારંભે બનાસકાંઠા જિલ્લા ને બે ભાગમાં વહેંચવા કેબિનેટ માં થઈ મહત્વની ચર્ચા

આ પણ વાંચો: કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો અકસ્માત, ચમત્કારિક બચાવ

આ પણ વાંચો: મનમોહન સિંહના નિધન પર મોદી કેબિનેટે પસાર કર્યો શોક પ્રસ્તાવ, જાણો શું કહ્યું