આયર્લેન્ડ વિદેશ મંત્રી ગુડલાગુર થોર થોર્ડરસન ભારત ૮ દિવસીય પ્રવાસ માટે આવ્યા છે. આજે સવારે તેઓ એમની પત્ની સાથે આગ્રામાં વિશ્વ અજાયબી તાજ મહેલની મુલાકાતે ગયાં હતા.
Agra: Iceland Foreign Minister Gudlaugur Thor visited the Taj Mahal this morning. pic.twitter.com/qL4isbPjmM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 10, 2018
આયર્લેન્ડ વિદેશ મંત્રી ગુડલાગુર થોર 8 ડીસેમ્બરે ભારત આવ્યા હતા. ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે એમની દ્વિપક્ષીય બેઠક યોજાયી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે, બંને મંત્રીઓએ આયર્લેન્ડ અને ભારત વચ્ચે શરુ થયેલી સીધી ફ્લાઈટની પ્રશંશા કરી જે વેપાર અને સંસ્કૃતિને મજબુત બનાવશે.

દ્વિપક્ષીય બેઠકમાં જીઓ થર્મલ એનર્જી, આઈટી, ફાર્માસ્યુટિકલ, ટુરિઝમ બાબતે ચર્ચાઓ થઇ હતી. આ ઉપરાંત બંને મંત્રીઓએ આર્કટિક કાઉન્સિલમાં વધારે સહકાર આપવાની બાબતો પર પણ ચર્ચા કરી હતી. તેઓ જયપુર પણ મુલાકાત લેવાનાં છે.
