Not Set/ અમદાવાદના રિલીફ રોડ પર એસી કોમ્પ્રેસર રિપેરિંગની દુકાનમાં લાગી આગ, 15થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે

અમદાવાદના રિલીફ રોડ પર એસી અને ફ્રિઝના કોમ્પ્રેસર રિપેરિંગની દુકાનમાં આગ લાગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર દુકાનમાં કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે

Top Stories Ahmedabad Gujarat

ઉનાળો શરૂ થતા જ રાજયમાં આગના બનાવો બનવાના શરુ થઇ ગયા છે. થોડાક દિવસ પહેલા અમદાવાદના વટવા વિસ્તારમાં પ્રિન્ટિંગની ફેકટરીમાં આગ લાગી હતી અને હવે રિલીફ રોડ પર આગનો બનાવ બન્યો છે.

અમદાવાદના રિલીફ રોડ પર એસી અને ફ્રિઝના કોમ્પ્રેસર રિપેરિંગની દુકાનમાં આગ લાગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર દુકાનમાં કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે. આગના આ બનાવમાં દુકાનદાર કનુ પટેલને દાઝી જતાં ઇજાઓ થઇ છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી જઇને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. 15 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ આગ આસપાસની દુકાનોમાં પણ પ્રસરી હતી. આગમાં કોઇની જાનહાનીના સમાચાર નથી.