જૂનાગઢમાં દિવસે ને દિવસે કોરોનાનો પગપેસારો થય રહ્યો છે ત્યારે જૂનાગઢ જીલો પણ હાલ ડેન્જર ઝોનમાં છે.જિલ્લામાં વધુ નવા 6 કેસ નોંધતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જૂનાગઢના બરડીયા વિસાવદરમાં 5 પોઝિટિવ કેસ નોંધ્યા છે. તો કેશોદમાં વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
બરડીયા વિસાવદરમાં એક 48 વર્ષ અને 22 વર્ષની મહિલા અને 28 વર્ષ એક 22 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે સાથે 10 વર્ષના તરૂણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે કેશોદમાં એક 58 વર્ષ ના પુરુષનો પોઝિટિવ આવ્યો છે.
આપણે જણાવી દઈએ કે આ સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 4 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
