ચોમાસાનો વરસાદ ક્યારે શરુ થશે તેની ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરુઆત 15 જૂનથી થાય છે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં ચોમાસા અંગે IMD દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગએ ચોમાસાને લઈ ને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જેમાં મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. મધ્ય ભારતમાં ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સામાન્ય ચોમાસુ રહી શકે છે.
આ ઉપરાંત છત્તીસગઢ, ઓડીસા, અને મહારાષ્ટ્રમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ આવે તે પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે. પશ્ચિમ દિશા તરફથી પવન આવતો હોવાથી ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે થંડર સ્ટોમ એક્ટિવિટી થવાની પણ શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે જ રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની સંભાવના રહેલી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને વરસાદ વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે આવી શકે છે. IMD અનુસાર, આ વખતે 96 ટકા વરસાદ થઈ શકે છે, જે સામાન્ય વરસાદ છે. જ્યારે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા 67 ટકા છે. હવામાન વિભાગ મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસાને લઈને અપડેટ્સ પણ જારી કરશે.
આ પણ વાંચો : મોદી સરકારના નવ વર્ષ/ મોદી સરકારના 9 વર્ષ, શું બદલાયું આ 9 વર્ષની સરકારમાં
આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ/ આઝાદીના 75 સાલઃ સંસદભવનના ઉદઘાટન નિમિત્તે 75નો સિક્કો
આ પણ વાંચો: New Parliament Building/નવા સંસદ ભવનનું ઉદઘાટન થશે મંત્રોથી, તમિલનાડુથી પંડિતોને બોલાવવામાં આવશે
આ પણ વાંચોઃ દુર્વ્યય/ બંધમાં પડેલા મોંઘા મોબાઇલને બહાર કાઢવા અધિકારીએ લાખો લિટર પાણી વહાવી દીધુ
