Gujarat Local Body Election 2026/ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે રાજકીય પક્ષો નીતનવા પ્રયોગો કરી રહ્યા છે. દરેક રાજકીય પક્ષ આગવી રીતે પ્રયોગ કરી રહ્યો છે. આવો જ પ્રયોગ પોરબંદરમાં કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Porbandar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે રાજકીય પક્ષો નીતનવા પ્રયોગો કરી રહ્યા છે. દરેક રાજકીય પક્ષ આગવી રીતે પ્રયોગ કરી રહ્યો છે. આવો જ પ્રયોગ પોરબંદરમાં કરવામાં આવ્યો છે.  પોરબંદરના વોર્ડ નંબર 9માં હાલ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.અહીં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ શિક્ષિત અને ઉત્સાહી.ડો.નૂતન ગોકાણી જેઓ પોરબંદર ‘આપ’ના શહેર પ્રમુખ છે, તેઓ પોતાના પુત્ર ડો.સિદ્ધાર્થ સાથે જનતાના આશીર્વાદ માંગી રહ્યા છે.તેમની સાથે જ યુવરાજ બાંડિયા અને તેમના માતા લક્ષ્મીબેન પણ ખભેખભા મિલાવીને પ્રચારમાં જોડાયા છે.આ અનોખો સંગમ મતદારોમાં પણ કુતૂહલ જગાડી રહ્યો છ. ‘માતાના અનુભવ અને પુત્રના જોશ’ સાથે આ જોડીઓ પરિવર્તનની આશા સાથે મેદાનમાં છે.

આ બેઠક પરના ઉમેદવાર ડો. સિદ્ધાર્થ ગોકાણીનું કહેવું છે કે, ‘માતા’ હંમેશા સંસ્કારોનું સિંચન કરે છે અને બાળકનો શ્રેષ્ઠ ઉછેર કરે છે,બસ આ જ ભાવના સાથે તેઓ શહેરનો વિકાસ કરવા માંગે છે. આ વોર્ડના આપના યુવરાજ બાંડિયા પોરબંદરમાં રોડ-રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ પક્ષોના પ્રમુખો અને પૂર્વ પ્રમુખો પણ આ વોર્ડમાં મેદાનમાં હોવાથી જંગ ખરાખરીનો જામ્યો છે. ‘આપ’ની આ માતા-પુત્રની જોડીઓ શાસક પક્ષના ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી પરિવર્તનની લહેર લાવવાનો દાવો કરી રહી છે.

રાજકારણમાં સામાન્ય રીતે પરિવારવાદનો વિરોધ થતો હોય છે,પરંતુ અહીં આમ આદમી પાર્ટીએ શિક્ષિત અને સેવાભાવી પરિવારોને જ પ્રાધાન્ય આપ્યું છે.વોર્ડ નંબર 9માં શિક્ષિત ડોક્ટરો અને યુવા લોહીની આ અનોખી જોડીઓ પોરબંદરના વિકાસનો નવો રોડમેપ રજૂ કરી રહી છે.પોરબંદરની જનતા હવે આ ‘માતા-પુત્ર’ની બે જોડીઓને સ્વીકારે છે કે કેમ,તે તો આવનાર સમય જ બતાવશે.પરંતુ હાલ તો આ ચતુષ્કોણીય જંગમાં વોર્ડ નંબર 9 આખા શહેરનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.


આ પણ વાંચો : કોંગ્રેસના શાસનમાં અમદાવાદ ‘લતીફ’નું, ભાજપના શાસનમાં અમદાવાદ અમદાવાદીઓનુઃ હર્ષ સંઘવી

આ પણ વાંચો : રાજકોટ વોર્ડ-6માં પક્ષપલટો કરનારા દેવુ જાદવ કોંગ્રેસમાંથી મેદાનમાં

આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આ વખતે દક્ષિણ ઝોનમાં શાસક પક્ષ માટે કપરા ચઢાણ